બંદિવાનોએ નિહાળી ફિલ્મ:રાજપીપળા જેલમાં કેદીઓને દશવી ફિલ્મ દેખાડવામાં આવી, જેલમાં શિક્ષા કેળવવા અંગેની જીજ્ઞાશા જોવા મળી

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન.રાવના માર્ગદર્શન અને રાજપીપલા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક કે.ટી.બારીયાની રાહબરી હેઠળ તાજેતરમાં રાજપીપલા જિલ્લા જેલ ખાતે જીલ્લા જેલમાં સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ દશવી ફિલ્મ પ્રોજેક્ટર મારફતે સહુ કોઈએ નિહાળી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેલમાં રહીને અભ્યાસ કરવા અંગેની હમણાં જ રીલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ દશવી દ્વારા જેલમાં કેવી રીતે શિક્ષણ મેળવું તેમજ જેલમાં જ શિક્ષા કેળવવા અંગેની જીજ્ઞાશા થાય અને શિક્ષાનું સિંચન કરી જ્યારે સમાજમાં પાછા ફરે ત્યારે એક સારા નાગરીક બને અને સમાજમાં પુન:વર્સન થાય તે હેતુસર આ ફિલ્મ રાજપીપળા જીલ્લા જેલના તમામ બંદિવાનોએ નિહાળી હતી. દશવી ફિલ્મ જોઇ તમામ બંદિવાનોમાં શિક્ષા કેળવવા અંગેની વધુ જીજ્ઞાશા જોવા મળી હતી. આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના સ્ટાફ બાબુ તડવી, સૌરભ વસાવા અને કાનજી ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...