નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. હાલ નર્મદા જિલ્લામાં વિકાસના કામો પણ મંજુર થઈ ચૂક્યા છે. ત્યારે ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખે વિપક્ષની માંગણીઓ અભરાઈ પર ચઢાવી વિપક્ષના વિસ્તારના ગામોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષે લગાવ્યો છે. ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, હાલમાં જ તાલુકા પંચાયતમાં વિકાસના કામોને મંજૂરી અપાઈ છે.ત્યારે વિપક્ષને કામોની ફાળવણી ના કરતા વિપક્ષ રોષે ભરાયું છે.
વિપક્ષ નેતા દક્ષાબેન તડવી એ આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે વર્ષ 2021-22 ના વિકાસના કામોની યાદીમાં વિપક્ષ સભ્યોની અવગણના થઈ છે.જેઓ ચૂંટાયેલા પણ નથી અને આયોજન મંડળના સભ્યો પણ નથી એવા લોકોને કામોની ફાળવણી કરવામાં આવી છે.ગરુડેશ્વર તાલુકાના 94 ગામોનો સામુહિક વિકાસ થાય તેવી રીતે ગ્રાન્ટની વહેચણી થવી જોઈએ. અમે 40 ટકા કામનો હક્ક માંગી શકીએ પણ ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ તેમનાજ ગામમાં જ વધારે કામો ફાળવ્યા છે.
તમામ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી કામો મંજૂર કર્યા છે
ચૂંટાયેલા સભ્યોની ભલામણ ધ્યાનમાં રાખી તમામ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી કામો મંજૂર કર્યા છે. વિપક્ષનું કામ પાયા વિહોણા આક્ષેપ કરવાનું છે.કલેકટરમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં નાંદોદ ધારાસભ્યएએ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના આયોજન બાબતે કોઈ વાંધો લીધો નહોતો.ગરુડેશ્વર ટી.ડી.ઓની હાજરીમાં વિપક્ષે દાદાગીરી કરી કહ્યંુ હતું કે અમારે 60% કામો જોઈશે જ અમને કામો આપવા જ પડશે. અધિકારી સામે આવી રીતે વાત ન કરાય. > સુમિત્રાબેન ભીલ, પ્રમુખ-ગરુડેશ્વર તાલુકા પંચાયત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.