રેસ્ક્યુ:ફૂલવાડી ગામે15 પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો, પોલીસે 6.50લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂલવાડી ગામ પાસેથી એક આઇસર ટેમ્પો જતો હતો. જેને પુષ્પરાજસિંહ ચૌહાણે રાજપીપલા પોલીસને જાણ કરતા રાજપીપલા ટાઉન પીઆઇએ ટેમ્પો ઝડપી પડતા જેમાં 15 જેટલી પશુ મોઢાના ભાગે દોરડાઓથી બાંધી ગીચોગીચ ભરી ભેંસોને બેસવા માટે કોઈ વ્યવસ્થા નહોતી કે ખાવા માટે ઘાસચારો કે પીવા માટે પાણીની સગવડો નહી રાખી એટલે પોલીસે આ ટેમ્પો ઝડપી ટેમ્પા ચાલક ની પૂછપરછ કરતા તેની પાસે પશુઓ પ્રત્યે ક્રૃરતા આચરી

તેમજ પશુ પરિવહન પહેલા પશુઓના તંદુરસ્તીનુ યોગ્ય સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર નહોતું, તેમજ પશુઓના ટ્રાન્સપોર્ટ માટે આરટીઓ તરફથી સ્પેશીયલ લાયસન્સ પણ નહોતું, એટલે ચાલક ફારૂક દાદુ સીંધી મુળ રહે.સીધીયાપુરા નવીનગરી હાલ રહે.ડભોઈ જનતાનગરના નાકા પાસે જે પશુઓને કતલખાનમાં લઇ જવા માટેની શક્યતાઓ જણાતાં રાજપીપલા ટાઉન પોલીસે 5 લાખની ટ્રક અને 15 પશુઓ 1.50 લાખ રૂપિયા મળી 6.50 લાખનો મુદ્દામાલ ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...