નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા નું પોતાનું મકાન ના હોય હાલ પ્રાથમિક શાળાના મકાનમાં ચાલે ચાલે છે. ત્યારે શાળામાં ચાલતી યુથ ઇકો ક્લબની પ્રવૃત્તિ માં શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ ના નેતૃત્વમાં શાળાના શિક્ષકો ભેગા મળી ટેરેસ ગાર્ડન બનવાનું નક્કી કર્યું અને હાઈ ડેન્સિટી પોલી એથિલિન ગ્રો બેગ 30 જેટલી લાવ્યા અને જેમાં સૂર્ય મુખી, બામાસી, ઓફિસટાઈમ જેવા ફૂલો અને રીંગણ, મરચા, ટામેટા, વાલ, દૂધીના વેલા જેવા રોપા વાવીને શિક્ષકો ઉછેરી રહ્યા છે. આ છોડ મોટા થઇ ને ફૂલ અપાશે એટલે શાળાના ફૂલ હાલર બનાવવા કામ લાગશે અને શાકભાજી બાળકોને નાસ્તો આપવા માં કામ લાગશે. આ ટેરેસ ગાર્ડન માં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ પણ શિક્ષકો આપી રહ્યા છે.
જીગનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળાનું પોતાનું મેદાન નથી પ્રથામિક શાળા મકાન માં હાઈસ્કૂલ ચાલે છે એટલે અમારાથી વૃક્ષારોપણ પણ નથી થતું પરંતુ આજે આ શાળાના મકાનમાં અમે જે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે જે રાજ્ય સરકારનો જ પ્રોજેક્ટ છે અમે બસ અમલ કર્યો છે બાકી આ જે અમે HDPE ગ્રો બેગનો ઉપયોગ કર્યો છે જે ખાસ ટરેસ્ટ ગાર્ડન માટેની ખાસ બેગ આવે છે. જે ઓગેનિક ફાર્મિંગ માટે ઉપયોગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.