તાલીમ શિબિર:વાલિયામાં તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ, યોગાસન તાલીમ યોજાશે

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે
  • 4 દિવસ સુધી 45 યુવક યુવતીઓ માટે ખાસ તાલીમનું આયોજન

રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના 15થી 35વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે 04 દિવસ માટે 45-યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ઓક્ટોબર માસમાં યોજવામાં આવશે.

આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...