નર્મદા જિલ્લામાં ઉત્તર ગુજરાત સહીત સુરત અને અમદાવાદ ના મોટી ઉંમરના યુવાનો ને યુવતીઓ નહિ મળતા નર્મદા જિલ્લાની રૂપાળી દેખાવડી નાની ઉંમરની કુમળી યુવતીઓએ ને ખરીદીને લગ્ન કરી ને લઇ જાય છે અને પછી વર્ષ બે વર્ષે એ યુવતી એક બચ્ચા સાથે પરત ફરે છે આવા અઢળક કિસ્સાઓ નર્મદા જિલ્લામાં બની રહ્યા છે. ત્યારે બહારના એજન્ટો ને અહીંની આદિવાસી દીકરીઓ બતાવતા તેનીસાથે લગ્ન કરાવતા પોતે કમિશન ખાતા એજન્ટો પણ નર્મદા જિલ્લામાં સક્રિય છે
ત્યારે હવે આ બાબતે પોલીસ સક્રિય કામગીરી કરી ને આવા દલાલો સામે પગલાં ભારે એ માટે એક આંદોલન સાંસદ મનસુખ વસાવા એ છેડ્યું છે અને જાગૃતિ લાવવા જાતે સંપર્ક કરી સમજાવે છે. કાકરાપાડા ગામની દીકરી ને ભગાડી જનાર યુવાન સામે પગલાં ભરવા અને યુવતી ને પછી લાવવા સાંસદ મનસુખ વસાવા પણ વચ્ચે પડતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના કાકરપાડા ગામે રહેતા મેહુલ માનસિંગ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી કે .બંગલા ફળીયુ દેડીયાપાડા મસ રહેતો ગણેશ વિક્રમ તડવી પોતાની બહેન સરલાને પટાવી ફોસલાવી પોતાની માયાજાળમાં ફસાવી ગત 12 ઓક્ટોબર 21 જબરજસ્તીથી અપહરણ કરી ગયેલ છે.જે બાબત ની પોલીસે ફરિયાદ નોંધી બાદમાં પરિવાર ને ખબર પડી કે કોઈ અન્ય વ્યક્તિને તેમની દીકરી ને વેચી દીધી છે ત્યારે દીકરી ને પાછી લાવવા પોલીસ ને રજૂઆત કરી છે પોલીસ આ દીકરી ને લાવવાના પ્રયત્નો કરી રહી છે.
આદિવાસી દીકરીઓને વેચનારાઓને હું નહિ છોડું
કાકરપાડા ગામે રહેતા પરિવાર મારી પાસે રજૂઆત લઇ ને આવ્યા હું તેમના ઘરે પણ ગયો પોલીસ ને કડક તપાસ માટે પણ કહ્યું પણ આ જે યુવાન યુવતીને પટાવી ભગાડી જય બીજા વ્યક્તિને વેચી દીધી હોય તેમ બહાર આવ્યું છે તો આ યુવાન વિરુદ્ધ તપાસ થવી જોઈએ કે કેટલી યુવતીઓ ને તેણે શિકાર બનાવી છે. નર્મદા સહીત આદિવાસી વિસ્તારમાં આવા એજન્ટો સક્રિય છે. જે બહારના યુવાનો ને સ્થાનિક આદિવાસી પરિવારની ગરીબાઈ નો લાભ ઉઠાવી ને પરણાવી દે છે ત્યારે આવા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ હું રાજ્ય સરકાર માં પણ રજૂઆત કરું છું કે આદિવાસી દીકરી સાથે અન્ય જાતિના લોકો ખરીદી કે પ્રલોભન આપી લગ્ન કરી નહિ શકે કોઈ કડક નિયમ વિધાનસભા માં બનાવે. - મનસુખ વસાવા, સાંસદ ભરૂચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.