તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે PMને જન્મદિવસની ભેટ:નર્મદા ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી, સર્વોચ્ચ સપાટીથી માત્ર 10 સે.મી. દૂર, CM ઓફિસમાંથી ઇ-પૂજાને કરશે

કેવડિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીની નજીક પહોંચ્યો - Divya Bhaskar
નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીની નજીક પહોંચ્યો
  • નર્મદા ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર છે, આવતીકાલે ડેમને છલોછલ ભરી દેવાશે
  • 2019માં PM મોદીએ તેમના જન્મદિવસે કેવડિયા આવીને નર્મદાના નીરના વધામણા કર્યાં હતા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાની ઘડીઓ આવી ગઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે. એટલે કે ડેમ 99.99 ટકા ડેમ ભરાઇ ગયો છે. આવતીકાલે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર PM મોદીને ભેટ અપાશે.

રાત્રે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સપાટી પર પહોંચશે
નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. હાલ ડેમ મહત્તમ સપાટી 138.68થી માત્ર 10 સે.મી. દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ચાલુ નર્મદા નદીમાં 34,766 ક્યૂસેક છોડાઈ રહ્યું છે, ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સપાટી પર પહોંચશે.

નર્મદા ડેમ હવે છલોછલ ભરાવાની એકદમ નજીક પહોંચી ગયો છે
નર્મદા ડેમ હવે છલોછલ ભરાવાની એકદમ નજીક પહોંચી ગયો છે

આવતીકાલે સવારે CM ઓફિસમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજાને કરશે
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કરશે અને નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમ

ગત વર્ષે PM મોદીએ જન્મદિવસે નર્મદા મૈયાની મહાઆરતી કરી નર્મદાના નીરના વધામણાં કર્યાં હતા
ગત વર્ષે 2019માં PM મોદીએ તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે જ નર્મદાના નીરની પૂજા કરી હતી અને નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતા વધામણા કર્યાં હતા, ત્યારબાદ પીએમ મોદીએ જંગલ સફારી ટુરિસ્ટ પાર્ક, ખાલવણી ઈકો ટુરિઝમ સાઈટ, કેકટસ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઈટ, બટર ફલાય ગાર્ડન અને એકતા નર્સરીમાં ઈકો ફેન્ડલી પ્રોડકટના પ્રોડકશન સ્થળની મુલાકાત લીધી હતી. મોદી જન્મદિવસે અડધો દિવસ નર્મદા ડેમ સાઈટ પર રહ્યા હતા.

(અહેવાલ અને તસવીરોઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...