તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:ઉમલ્લાના ગર્ભશ્રીમંત ખેડૂત પુત્રની આત્મહત્યા કે હત્યા !

રાજપીપલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 જુલાઈએ પોઈચા બ્રિજ પર કાર મૂકી ગુમ થયો હતો
  • ત્રીજા દિવસે નારેશ્વર નજીક નદી કિનારે મૃતદેહ મળ્યો

ઝઘડિયા ઉમલ્લા ગામના પેટ્રોલ પંપના મલિક અને શ્રીમંત ખેડૂતનો એકનો એક પુત્ર મયંક પટેલ પોઈચા બ્રિજ પાસેથી ગુમ થયાના ત્રીજા દિવસે નારેશ્વર નજીક લીલોળ ગામના નર્મદા કાંઠેથી તેનો મૃતદેહ મળ્યો છે. જે 1 જુલાઈએ વડોદરાથી ઉમલ્લા આવતો હતો તેવામાં વચ્ચે પોઇચા બ્રીજ પર તેની કાર મૂકીને ગાયબ થઈ ગયો હતો. કારના આધારે પોલીસે તપાસ કરતાં ઉમલ્લા ગામના શ્રીમંત ખેડૂત અશ્વિન પટેલનો એકનો એક પુત્ર મયંક પટેલ પોતાની કાર હોવાની ઓળખ થઈ હતી.

પોઈચા બ્રિજ ઉપર મુકી ગાયબ થઈ જતાં રાજપીપલા પોલીસે શંકાના આધારે તપાસ કરી રહી છે. નદીમાં ભૂસકો માર્યો છે કે કેમ તે દિશામાં એક ટીમે તપાસ કરી રહી હતી. બીજી બાજુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. પોલીસ ને હાલ આ મયંક પટેલ મૃત હાલત માં નારેશ્વર નજીક થી મળ્યો એટલે ભૂસકો માર્યો એ દિશામાં તપાસ હાથ ધરી છે.આ આત્મહત્યા છે કે તેની હત્યા કરી દેવાઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

મોત પાછળ નાણાંકીય બાબત કારણભૂત ?
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવાન મયંક પટેલ પોતાની પત્ની અને બે સંતાનો સાથે વડોદરા રહેતો હતો અને જ્યા બાળકોનો આભ્યાસ કરાવતો ધંધા માટે તે ઉમલ્લા સ્થિત પેટ્રોલપંપ અને ખેતી માટે ઉમલ્લા થી વડોદરા અવર જવર કરતો હતો, જે આર્થિક મુશ્કેલી માં હોવાનું પણ જાણવા મળ્યું છે. દેવું વધવા ના કારણે પણ આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે.

અન્ય સમાચારો પણ છે...