તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:સાસરિયા ત્રાસ આપી દહેજની માંગણી કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે કલેકટરને આવેદન આપી કડક સજાની માંગણી કરી

યુવાન દીકરીના મોતથી આઘાતમાં સરી પડેલા પરિવાર વ્હાલસોય દીકરીની દૂરદશા કરનાર સાસરિયાઓને કડકમાં કડક સજા થાય પરિવારના સભ્ય અને સામાજિક કાર્યકર ડી.પી.ટેલરે નર્મદા જિલ્લા કલેક્ટરને મુખ્ય મંત્રી, ગૃહમંત્રી, ભરૂચ કલેક્ટર ભરૂચ એસ.પીને સંબોધતું એક આવેદન આપી ન્યાયની માંગણી કરી છે.

સામાજિક કાર્યકર ડી.પી.ટેલરે જણાવ્યું હતું કે ભરૂચના સિદ્ધનાથ નગર સોસાયટી સેવાશ્રમ રોડની પાછળ રહેતા જતીન ચૌહાણ, મનુ ચૌહાણ અને શોભનાબેન ચૌહાણ દ્વારા પરિણીતા અમિતા પાસે વારંવાર દહેજની માંગણી કરી મારપીટ કરતા હતા.તાજેતરમા સસરાને ડાયાબિટીસ વધી જતાં તેનો પગ કપાવવાની નોબત આવી હતી. જે અંગે પતિ પરિણીતાના ઘરેથી બેથી ત્રણ લાખ લાવી આપવાની માંગણી કરી માર મારી હત્યા કરી છે.

પરિણીતાની 13 વર્ષીય દીકરીને પણ રસ્તા પર લાવારિસની જેમ છોડી દેવામાં આવી હતી.પરિણીતાના શરીર પર માર માર્યા હોવાના નિશાન હતા અને મૃતકની અંતિમ વિધિમાં પતિ, સાસુ અને સસરા હાજર રહ્યા ન હોય પરણીતાએ આત્મહત્યા નહિ પણ તેની હત્યા કરવામાં આવી છે, જે અંગે મૃતક અમિતાના માતા પિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે પરંતુ અમારી માંગ છે કે આ સાસરિયાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે અને હત્યાનો ગુનો નોંધી તેમની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...