તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્મદા જિલ્લાની 350 થી વધુ ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચ યોજના અને મનરેગા યોજના ગુજરાત પેટર્ન, એટીવીટી, તેમજ સૌચાલય જેવી વિવિધ પ્રકારની સરકારની યોજનાઓ ને તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપવા સરપંચ પરિષદ ધ્વારા જિલ્લા અધિક કલેકટર એચ.કે વ્યાસ ને લેખિત રજુઆત કરી જેમાં સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા સાથે જિલ્લાના તમામ તાલુકાઓ ની ગ્રામ પંચાયત ના સરપંચો અને સભ્યો જોડાયા હતા.
જિલ્લાની ગ્રામપંચાયતો એ કેટલીક માંગણી ઓ કરી છે. જેમાં નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન સુધી ચાલુ કરવા માટે વહીવટી મંજૂરી મળી નથી. અને 15માં નાણાપંચ બાબતે જવાબદાર અધિકારી ઓ સાથે વાતચીત કરતા જાણવા મળે છે કે 15 માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારની guideline મળેલ નથી,15 મા નાણાપંચ ની ગ્રાન્ટમાંથી પીવાના પાણી ને લગતા કામો માં નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દેખતા છુટી છવાઈ વસ્તી હોય બોર વીથ મોટર તથા હેડપંપ તથા મીની પાણી પુરવઠા નો સમાવેશ કરવો.
15 મા નાણાપંચ માં નાણાકીય વહીવટી ડિજિટલ એકાઉન્ટ થી નક્કી કરેલ છે પરંતુ જેના સંદર્ભે આજદિન સુધી ગુજરાતના કોઇપણ જિલ્લા કે તાલુકામાં સરપંચો અને તલાટી ઓને કોઈ પણ ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવેલ નથી તેમજ આ બાબતે કોઈ માહિતગાર કરવામાં આવેલ નથી જેથી આ 15 માં નાણાપંચ ની નાણાકીય કામગીરી 14માં નાણાપંચની ગાઇડલાઇન મુજબ કરવાની રહેશે, 15 મા નાણાપંચ ની કામગીરીમાં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી રહેશે.
નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આદેશ અનુસાર જે તે ગ્રામપંચાયતો મારફતે સૌચાલયો સમયસર બનાવી દેવામાં આવ્યા છે અને વ્યક્તિગત લાભાર્થી મારફતે પણ સૌચાલય બનાવી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી સદર સૌચાલય ની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે જે ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી
નર્મદા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત પણ વ્યક્તિગત લેબર ના કામો તથા મટીરીયલ વિકાસના કામોની વહીવટી મંજૂરી જિલ્લા લેવલથી આપવામાં આવી નથી. મનરેગા અંતર્ગત મટીરીયલ વિકાસના કામોને એક વ્યક્તિને લાભ મળે એ હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે જે ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. જૂની પદ્ધતિ પ્રમાણે વિકાસના કામો ગ્રામ પંચાયતોમાં ચાલુ કરાવવા વહેલી તકે નિરાકરણ આવે એવી સરપંચ પરિષદે માંગણી કરી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.