તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચિત્રાવાડીના ગ્રામજનોની સ્મશાનની માંગણી સાથે પાલિકા COને રજૂઆત

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 વર્ષ જૂના સ્મશાનમાં નગર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અતિંમ સંસ્કાર કરવા આવે છે

રાજપીપલા નગરમાં એક બાજુ સ્મશાન ને લઈને લોકો વિરોધ ઉભા કરે છે ત્યારે બીજી બાજુ રાજપીપળાને અડીને આવેલ ચિત્રવાડી ગામ પાસે આવેલ 100 વર્ષ જુના જર્જરિત સ્મશાન ગૃહને રીપેરેશન કરવા અને અદ્યતન બનાવવા ચિત્રાવાડી ગામના ગ્રામજનો અને યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

રાજપીપળા ચિત્રાવાળી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન આવેલ છે. ત્યાં રાજપીપળાના નગરજનો તથા ચિત્રાવાડી સહીત આજુબાજુના ગામના લોકો અંતિમયાત્રા કાઢી પોતાના સ્વજનોને ત્યાં વિધિ પ્રમાણે અંતિમક્રિયા કરે છે. જે ચિત્રાવાળી ગામની સીમમાં તથા રાજપીપળાની હદમાં લાગતું હોવાથી આજે રાજપીપળા નગરપાલિકા ચીફ ઓફિસરને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ તરફથી સ્મશાનમાં રસ્તા, લાઈટ સહિત વિકાસ ના કામ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં નર્મદા યુથકૉંગ્રેસ પ્રમુખ વાસુદેવ ભાઈ વસાવા સહિતાઓ હાજર રહ્યા હતાં.

ગામના સરપંચ નીલમબેન વસાવા એ જણાવ્યું હતું કે અમારા ગામની સીમમાં એક જર્જરિત 100 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે. જ્યાં રાજપીપળાના અનેક વિસ્તારના લોકો અહીંયા અંતિમવિધિ કરવા આવે છે. અમે તેને રીપેર કરી સુવિધા ઉભી કરવાં માટે તપાસ કરતા આ સ્મશાન રાજપીપલા પાલિકા ની હદમાં અને તેમની જમીનમાં જેતે સમયે પાલિકા એ બનાવેલું છે.

અન્ય સમાચારો પણ છે...