તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સેલંબા ગામે જર્જરિત ટાંકીથી મોટી દુર્ઘટના ઘટે તેે પહેલાં ઉતારી લેવા ઉપસરપંચની તંત્રને રજૂઆત

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂની ટાંકીના પાયા જર્જરિત થતા તોડવામાં નહીં આવે તો સ્થાનિકો માટે જોખમ

સાગબારાના સેલંબા ગામે મુખ્ય બજાર પાસે ઇન્દિરા આવાસ વચ્ચે આવેલી પાણીની ટાંકી એકદમ જર્જરિત છે. વર્ષો જૂની ટાંકી હોય ટાંકીના પાયા જર્જરિત થઇ ગયા છે પોપડીઓ ઉખડી ગઈ છે. અને સાલિયાઓ દેખાઈ છે ત્યારે જોવું રહ્યું કે સેલંબા બજારમાં ભરચક વસ્તી હોય છે જો ભર બજારમાં ટાંકી જમીનદોસ્ત થાય તો લોકોનું જોખમ ટળી શકે અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકાશે જેથી સેલંબા ગામના ઉપ સરપંચ ચંદ્રકાન્ત લુહારે પ્રાંત અધિકારી ડેડીયાપાડા ને લેખિતમાં રજૂઆત કરી છે.

આ બાબતે ચંદ્રકાન્ત લુહારે જણાવ્યું હતું કે સેલંબા ગામે ઇન્દિરા આવાસ ફળિયામાં એક ટાંકી છે મુખ્ય બજાર પાસે છે જે એકદમ જર્જરિત છે જેના પાયા ખવાઈ ગયા છે પીલરો ના સિમેન્ટ ખરી પડ્યા છે ઉપર ટાંકી માં પણ ઝાડી ઝાંખરા વધી ગયા છે ત્યારે આ ટાંકી ખુબજ જોખમ ભરેલી છે. તેની નીચેથી પસાર થવું જોખમ ભર્યું લાગે છે ટાંકીનીચે કોઈ ઉભા પણ રહેતા નથી ત્યારે આ ટાંકી સત્વરે ઉતારી લેવી હિતાવહ છે તંત્રને અમે જાણ કરી છે. જો અચાનક જમીન દોસ્ત થશે અને કોઈનો ભોગ લેવાયો તો તંત્ર નજી જવાબદારી રહેશે એટલે આ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...