ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 9 મી ઓગષ્ટ 21 ના રોજ એટલે કે આવતી કાલે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
આવતી કાલે રાજ્ય ના મુખ્ય મંત્રી આવવાના હોઈ જે માટે નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને સાથે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજપીપલામાં જીતનગર ખાતે રાજ્ય કક્ષા ના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પોતાના મકાન ની ભેટ મળશે જે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ના પોતાના મકાન નું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે થશે
આ કાર્યક્રમ માં વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહશે. જેની તૈયારીઓ હાલ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે આ અનેક ખાતમુહ્રત અને લોકાર્પણ કાર્યક્ર્મ નું રિહર્સલ પણ મોટા સ્કિન પર દરસાવામાં આવ્યું જેને જિલ્લા કલેક્ટરે નિહારીયુ હતું. તળાઈબલ.કમિશ્નર સહિત અધિકારીઓએ મુલાકાત લીધી હતી. 400 જેટલા લોકો બેસી શકે એવા બનેલા ડોમમા મુખ્ય મંત્રી જનતા ને સંબોધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.