તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:નર્મદામાં 10 યુવાનોથી શરૂ થયેલું ગ્રૂપ કોરોના કાળમાં બ્લડ ડોનેશનમાં 800 લોકોનું બન્યું

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળના લોકડાઉનમાં મિત ગ્રૂપે 700 ભૂખ્યા ગરીબ પરિવારના લોકોનું પેટ ઠાર્યું

નર્મદા જિલ્લાના યુવાનો સેવાભાવી “મિત” ગ્રુપના સભ્યો છેલ્લા 7 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે બ્લડ ડોનેટ કરી વિકટ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવી રહ્યા છે. મિત ગ્રુપના યુવાનોએ આજથી 7 વર્ષ પહેલા રાજપીપળા બ્લડ બેન્ક પાસે ડુંગર વિસ્તારના એક આધેડને રડતો જોયો, ત્યારે યુવાનોએ પૂછ્યું વડીલ કેમ રડો છો કોઈ મદદ જોઈતી હોય તો બોલો.વડીલે કહ્યું મારી દીકરી બીમાર છે એને લોહીના બોટલની જરૂર છે એ મળતી નથી મને કોઈ ઓળખતું નથી એટલે આંખો ભીની થઇ ગઇ છે.

બાદ તુરંત “મિત” ગ્રુપના એક યુવાને બ્લડ ડોનેટ કરી બીમાર દીકરી માટે લોહીના બોટલની વ્યવસ્થા કરી આપી અને એનો જીવ બચી ગયો.આ ઘટના પછી “મિત” ગ્રુપના યુવાનોએ સમયાંતરે બ્લડ ડોનેટ કરવાનું અને બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું નક્કી કર્યું.વડોદરાના જતીન શાહે પ્રેરણા આપી કે તમે ગ્રુપ બનાવો અને સેવાનું કાર્ય કરો.બાદમાં ફક્ત 10 યુવાનોથી ચાલુ થયેલા “મિત” ગ્રુપમાં હાલની સ્થિતિએ નર્મદા, વડોદરા, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં 700-800 લોકોનું ગ્રુપ બની ગયું છે.

એ યુવાનો પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરીને કરે છે સાથે સાથે રાષ્ટ્રીય તહેવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે.અત્યાર સુધી એમણે બ્લડ ડોનેશન દ્વારા જ હજારો લોકોના જીવ બચાવ્યા છે.ોરોનામાં બ્લડની જરૂર હોય છે.જેમાં ખાસ કરીને પ્લાઝમા માટે સામે બ્લડ ડોનેશન ની જરૂરિયાત પડતી હોય છે. ગ્રુપના ડોનેશનથી લોકોને મદદ રૂપ થયા છે.

અન્ય સમાચારો પણ છે...