તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:RTEમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરતી વખતે વાલીએ તમામ અસલ ડૉક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે

કેન્દ્ર સરકારની રાઈટ ટુ એજ્યુકેશન યોજના RTE હેઠળ દેશમાં કરોડો બાળકો ખાનગી સ્કૂલોમાં મફત શિક્ષણ મેળવે છે. અને જેની ફી સરકાર ચૂકવે છે. નર્મદા જિલ્લામાં પણ દર વર્ષે 300 જેટલા બાળકો દર વર્ષે પ્રવેશ મેળવે છે. જિલ્લાની ખાનગી પ્રાથમિકશાળાઓ 42 જેટલી છે અને જેમાં સંખ્યાના 25 ટકા બાળકોને RTE માં સમાવેશ કરવાના હોય શિક્ષણવિભાગ ના સર્વે પ્રમાણે નર્મદા જિલ્લામાં આ વર્ષે 212 જેટલા વિદ્યાર્થીઓ ને ધોરણ 1 માં પ્રવેશ આપી શકશે.

જેનું ઓનલાઇન પ્રવેશ માટેનું ફોર્મ ભરવાનું અને જે તે પ્રવેશ મેળવવા વાળા બાળકના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના આ તમામ પ્રક્રિયા નો આજથી પ્રારંભ થઇ ગયો છે. અને જેના માટે જિલ્લા પ્રાથમિક વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નોડલ અધિકારી RTE સચિનકુમાર શાહના માર્ગદર્શન હેઠળ ટીમ તૈયાર કરી દીધી છે. RTE માટે જિલ્લા સહાયતા કેન્દ્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવી છે.

જ્યારે જિલ્લા વેરીફાયર અને મદદનીશ નોડલ RTE તરીકે કલમભાઇ આર. વસાવા, જિલ્લા હેલ્પ સેન્ટર પર વાસુદેવ જે. રાઠવા અને ભદ્રેશકુમાર ખત્રી કામે લાગી લાગી ગયા છે. પરંતુ આ વર્ષે હેલ્પ સેન્ટર પર ટેલિફોનિક વાત કરીને માહિતી મેળવવાની રહેશે કેમકે કોરોના ને લઈને સોસીયલ ડિસ્ટન્સ જરૂરી છે.આ બાબતે જિલ્લા વેરીફાયર અને મદદનીશ નોડલ RTE તરીકે કલમભાઇ આર. વસાવાએ જણાવ્યું હતું કે RTE માં પ્રવેશ માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થશે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 25 જૂન થી 5જુલાઈ 21સુધી રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે te.orpgujarat.com આ વેબસાઇટ પરથી ભરી શકાશે.

આ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ પણ પ્રશ્ન હોયતો જિલ્લા હેલ્પ સેંટરનો મો. નંબર 9687056072, 9512022519 નો સંપર્ક કરવાથી સમગ્ર માહિતી મળી જશે. ઓનલાઈન ભરેલા ફોર્મ હાલમાં કોરોના મહામારીના કારણે કોઈપણ રીશિનિંગ સેન્ટર પર જમા કરવાના નથી. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાલીએ તમામ અસલ ડૉક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...