નિમણૂંક:ASI માંથી PSIમાં બઢતી થતા પાંચ કર્મીને SPનું માર્ગદર્શન

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં બઢતી પામ્યા
  • તમામને એડહોક પો.સ.ઇ તરીકે નિમણૂંક અપાઈ

રાજપીપળા સ્થિત નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક હિમકર સિંહએ એ.એસ. આઈ માંથી પો.સ.ઇ તરીકે બઢતી પામનાર 5 પો.સ.ઇને પુષ્પગુચ્છ આપી આશિર્વચનો સાથે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહએ એ.એસ. આઈ માંથી એડહોક પો.સ.ઇ તરીકે બઢતી પામનાર ભંગા, લક્ષ્મણ, સુમન, મનીન્દર, લાલસીંગનાઓને એડહોક પો.સ.ઇ તરીકે નિમણુંક આપી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપી આશિર્વચનો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...