તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • Speakers Of 8 Congress ruled States Will Be Absent From The Conference, A Two day Conference Of Presiding Officers Will Be Held In Kevadia From Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ફરન્સ:કોન્ફરન્સમાં કોંગ્રેસ શાસિત 8 રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ ગેરહાજર રહેશે, કેવડિયામાં આજથી બે દિવસીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 25 અને 26 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સની બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ રહી છે. ત્યારે લોકસભા રાજ્યસભા દેશના અન્ય રાજ્યોના વિધાનસભા અધ્યક્ષ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય જેમાં મળતી માહિતી મુજબ અને હજાર રહેનાર અધ્યક્ષોની યાદી જોતા આ કોન્ફરન્સમાં પશ્ચિમ બંગાળ, તેલંગાણા, પંજાબ સહિત 8 રાજ્યોમાંથી વિધાનસભાના અધ્યક્ષ કોન્ફરન્સમાં હાજરી નહીં આપે. ટેન્ટ સીટી-2માં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસરની કોન્ફરન્સ યોજાનાર છે.

તેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોના અધ્યક્ષો આવનાર છે ત્યારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મણીપુર, મિઝોરમ નાગાલેન્ડ પંજાબ તેલંગણા પશ્ચિમ બંગાલ રાજ્યોમાંથી વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ આવવાના નથી. કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા કેટલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવર્ત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser