તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોને આશ્રય અપાશે

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશ્રય સંસ્થાઓમાં પ્રવેશની કાર્યવાહી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી કરશે

કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને જુવેનાઈલ જસ્ટીસ એકટ-2005 હેઠળ નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓને કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ સંસ્થાઓ જાહેર કરવામાં આવેલ છે.

કોરોના વાયરસના કારણે કોઈ બાળકના માતા-પિતા પૈકી કોઇ એક અથવા બન્ને મૃત્યુ પામ્યા હોય અને આવા સંજોગોમાં તે બાળકને તેના કોઈ નજીકનાં સગાસબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય બાળકના કિસ્સામાં જરૂરી તપાસ અને ચકાસણી કરીને આવા બાળકોને બાળ કલ્યાણ સમિતીની જરૂરી મંજૂરી મેળવી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવામાં આવશે.

જરૂરીયાતવાળા બાળકો માટે ખાસ જાહેર કરેલ સંસ્થાઓ જેવી કે 0 થી 06 વર્ષ સુધીના બાળકો માટેની સંસ્થામાં વિશિષ્ટ દત્તક સંસ્થા,નારી સંરક્ષણ કેન્દ્ર કેમ્પસ, નંદેલાવ રોડ, જુની આઇ.ટી.આઇની બાજુમાં,ભરૂચ અને 07 થી 18 વર્ષના કિશોરી માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ગુજરાત ગેસ કંપનીની સામે, આદિજાતિ કન્યા છાત્રાલયની સામે, વનવિહાર રોડ, ભરૂચ. તેમજ 7 થી 18 વર્ષના કિશોર માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શ્રી પ્રાદેશિક બાળ સંરક્ષણ મંડળ, રાજપીપલા, સૂર્ય દરવાજા, જિલ્લા કોર્ટની સામે નર્મદા. ઉપર સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા સમિતિ સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજપીપલા- એ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...