પોલીસ અધિક્ષક, નર્મદા પ્રશાંત સુંબેએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એ.એમ.પટેલને જુગાર અંગે વોચ તેમજ બાતમી મેળવી કેસો કરવાની સુચના કરતા બાતમી મળેલ કે આમલેથા પો.સ્ટે. વિસ્તારના ખામર ટેકરીએ એક કેબિનના પાછળના ભાગમાં કેટલાંક ઇસમો ટોળુ વળીને પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમી આધારે એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા ખામર ટેકરામાં જુગાર અંગેની રેઇડ કરતાં જેમાં ઢોલારનો સંજય શૈલેષ વસાવા, ખમરના હંસરાજ મહેશ વસાવા, રૂપેશ કાંતી વસાવા, ખુટાઆંબાના વિજય રતિલાલ વસાવા, સંદિપ શકરા વસાવા, નવાગામના ગોપીરાજ ચંદન વસાવા અને દઢવાળા ના સતિષ નટવર વસાવા આમ 7 જેટલા ને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. આ સાથે જુગાર અંગેના સાહીત્ય તથા રોકડ રકમ 12,040, મોબાઇલ,મોટરસાયકલ મળી 1,46,040 ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમના વિરૂધ્ધમાં આમલેથા પોલિસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.