તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નર્મદા જિલ્લામાં પણ સેવા હી સંગઠનના કાર્યક્રમો યોજાયા

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના ગામેગામ માસ્ક વિતરણ, દવાખાનાઓમાં ફ્રુટ વિતરણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સાશનને 30 મેં ના રોજ 7 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ દ્વારા 5 જૂન સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી હતી. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ,માસ્ક વિતરણ,જરૂરિયાત ને ભોજન,રાશન કીટ વિતરણ એવા અનેક કાર્યક્રમો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા હતા. જેમની સાથે મહામંત્રી નિલ રાવ, ઉપ પ્રમુખ અનિરૂઘ્ધસિંહ ગોહિલ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી.

જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવે આજે 15 મી વખત જ્યારે શહેર મંત્રી રાજેન્દ્ર પટેલે 5 મી વખત રક્તદાન કરીને બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શુસાસન ના 7 વર્ષ પૂર્ણ થયા ના “ સેવા હી સંગઠન “ સપ્તાહ અંતર્ગત અત્યારસુધી માં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા 100 યુનિટ બ્લડ એકત્ર કરીને રાજપીપલા બ્લડ બેન્ક ને આપવામાં આવ્યું છે આજે રાજપીપલા બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એ બ્લડ ડોનેશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...