તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની નિમણૂંક:નર્મદા જિલ્લામાં 32 શિક્ષણ સહાયકોની પસંદગી, સહાયકોને નિમણૂક પત્ર એનાયત

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રી વર્ચ્યુઅલ રીતેવિડીયો કોન્ફરન્સ

રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા વિડિઓ કોન્ફરન્સ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે પસંદગી પામેલ 8 જેટલા શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા. નર્મદા જિલ્લામાં કુલ 21 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, અને વિભાવરી બેન દવેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ચ્યુલ રીતે હાજર રહીને જિલ્લા કલેકટર ડી એ.શાહની ઉપસ્થિતિમાં શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો પ્રદાન કરવામાં આવ્યા.

શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અન્ય 21 જેટલા શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્રો એનાયત કરાયાં હતા. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારી વિસ્તારની પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ હોય તો પણ હંમેશા હકારાત્મક અભિગમ સાથે અગવડતામાં પણ સગવડતા શોધવાના પ્રયાસો સાથે શિક્ષકમાંથી શ્રેષ્ઠ શિક્ષકનું વિશેષણ લાગે તે દિશામાં આગળ વધવાની શીખ આપી હતી.શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઇ પટેલે અને નાયબ માહિતી નિયામકે પણ નવનિયુકત શિક્ષણ સહાયકોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...