તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્સી વિરૂદ્ધ ગુનો:કેવડિયા ટેન્ટસીટીની સુરક્ષામાં છીંડા સિક્યુરિટી એજન્સીઓ જ બોગસ

રાજપીપલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન સિહતાન નેતાઓ ટેન્ટ સિટીમાં રોકાય છે
  • કેવડિયા પોલીસ મથકમાં એજન્સી વિરૂદ્ધ ગુનો નોંધાયો

કેવડિયાને સરકાર સુરક્ષાથી સજ્જ બનાવવા માંગે છે. અહીંયા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ પણ આવેલો છે. તેના બે જળ વિદ્યુત મથકો આવેલા છે. રાજ્યમાં પાણી પહોંચાડતી મુખ્ય નહેર આવેલી છે. હવે આ તમામ ની સુરક્ષા ખુબ મહત્વ ની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુરક્ષા CISF ને સોંપવામાં આવી છે પરંતુ એ અંદર જ કરી રહી છે જયારે બહાર સુરક્ષા SRP જવાનો ના હાથમાં છે.

થાળ દિવસ પહેલા એક કાર છેક એ ફેમ સુરક્ષા પોઇન્ટ સુધી પહોંચી ગઈ હતી અને હવે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી ટેન્ટ સીટી1 અને નર્મદા ટેન્ટ સીટી 2 ની સુરક્ષા એજન્સી જ ગેરકાયદેસર હોય એટલે કેટલે અંશે વ્યાજબી. બંને ટેન્ટ સીટી ની સુરક્ષા સંભળાતી એજન્સીઓ વિરુદ્ધ કેવડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતર માં ટેન્ટ સીટીમાં સુરક્ષાનો અભાવ સુરક્ષા એજન્સીઓ ગેરકાયદેસર હોવાની જે બાબત સામે આવી છે જે ખુબ ગંભીર છે. થોડા વખત પહેલા જ ટેન્ટ સીટીમા વધારાના ટેન્ટ બનાવી સરકારી જમીનમાં પચાવવાની બાબતે વિવાદમાં સપડાઈ હતી. તંત્રએ દંડ પણ ફટકાર્યો હતો.

હવે ટેન્ટ સીટી-1 અને 2માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વિના સિક્યુરીટી એજન્સીઓ ગાર્ડ સપ્લાય કરતી હોવાની ગંભીર બેદરકારી ઝડપાઇ છે. તંત્રએ એજન્સીઓ સામે બે ગૂના નોંધાવવા પડયા છે. આ ગુનામાં નર્મદા એસ.ઓ.જી પોલીસે લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...