ભેટ:રાજપીપળામાં ઉજ્જવલા યોજના, બાળસેવાના લાભ અપાયા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 800 લાભાર્થીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ વિના મૂલ્યે રાંધણ ગેસ વિતરણ

સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓ, પાલિકાઓ અને તાલુકાઓમાં 400 થી વધુ સ્થળોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, આરોગ્ય સમિતિના અધ્યક્ષ નીલાંબરીબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહિલા આગેવાન દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખુલ્લો મુકાયો હતો.

રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને નર્મદા જીલ્લાના પ્રજાજનો વતી તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી જનધન યોજના, ગરીબ કલ્યાણ મેળા સહિત અનેકવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યની સાથે દેશના વિકાસની નવી કેરી કંડારી છે.

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને વિશ્વના પ્રવાસન નકશામાં નર્મદા જિલ્લાનું નામ અંકિત કર્યું છે, તેની સાથોસાથ પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ નર્મદાના નીર છેક છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડ્યા છે, ની વાત કરી જિલ્લા કલેક્ટર નો ડ્રિમ પ્રોજેક્ટ “નોંધારાનો આધાર” થી પ્રભાવિત થઇ પોતાના જિલ્લાઓમાં પણ આ અમલ કરવા જણાવ્યું હતું.

આ સાથે રાજપીપલા શહેર અને જિલ્લામાં 800 લાભાર્થી પરિવારોને “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0” યોજના હેઠળ વિના મૂલ્યે રાંધણ ગેસ કિટ તેમજ લાભાર્થીઓને ગેસ કનેક્શનના સબસ્ક્રીપ્શન વાઉચરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...