વિવાદ:સાસરિયાએ ત્રાસ આપી દહેજની માંગણી કરતા પરિણીતાની ફરિયાદ

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 વિરૂદ્ધ ગુનો
  • સાસુ, દિયર અને દેરાણીએ પણ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

ાજપીપલા ની સિંધીવાડમાં રહેતી એક યુવતીને બારડોલી પરણાવતાં સાસરીયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી જે બાબતે રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશનમાં પરણિતાએ પતિ સાસુ દિયરો, દેરાણીઓ કુલ છ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજપીપલા સિંધીવાડ વિસ્તારમાં રહેતી એક યુવતી ને બારડોલી ના બાબેન ખાતે આવેલી મનપસંદ સોસાયટીમાં રહેતા સરખાન મનવરખાન પઠાણ સાથે સામાજિક રીતે લગ્ન થયા હતા.

લગ્ન કરી ને સાસરે ગયેલ પરણિતા નો ઘર સંસાર થોડો સમય ચાલ્યો અને બાદમાં પતિ ને ઘરમાં સાસુ સમીમબાનુ પઠાણ, દિયર મુંન્તઝીરખાન પઠાણ, બીજો દિયર મોહસીનખાન પઠાણ, દેરાણી ફોઝીયાબાનુ મુંન્તઝીરખાન પઠાણ અને દેરાણી ઉઝમાબાનુ મોહસીનખાન પઠાણ ઘરના કામકાજ બાબતે ખોટી ચઢામણી કરતા તેના પતિ ફરીયાદીબેન સાથે વાંક ગુના વગર મારઝુડ કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. દહેજની માંગણીઓ કરી ઘરમાંથી કાઢી મુકી ત્રાસ આપી નાખવાની ધમકીઓ આપી હતી. આખરે પરિણીતાએ રાજપીપલા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...