સરદાર સરોવર:ઉપરવાસમાં વરસાદના અભાવે સરદાર સરોવર ડેમ આ વર્ષે નહીં છલકાય

રાજપીપલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા બંધ ગત વર્ષની સરખામણીમાં હજી પણ10 મીટર ખાલી

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં હાલ વધારો ભલે થતો હોય પણ હવે રાજ્ય માંથી વરસાદની વિદાઈ થઈ ગઈ છે. એવીજ રીતે માધ્ય પ્રદેશ માંથી પણ વરસાદે વિદાઈ લીધી છે કદાચ એકાદ વરસાદ પણ નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર ભરાવો મુશ્કેલ છે નર્મદા બંધ ની હાલ સપાટી 129 મીટર પર પહોંચી છે. એટલે હજુ 9.68 મીટર ખાલી છે એટલે નર્મદા ડેમ 70 ટકા જેટલો ભરાયો છે પરંતુ એમ કહી શકાય કે આગામી 8 થી 10 મહિના પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો તો હાલ સક્ષમ છે.

સરદાર સરોવર નર્મદા બંધ ગત બે વર્ષથી ઓગષ્ટ મહિનામાં પોતાની મહત્તમ સપાટી પાર કરી લે છે અને છલોછલ ભરાઈ જાય છે. આ વર્ષે છલોછલ નર્મદા ડેમ ભરવા મધ્ય પ્રદેશમાંથી પાણી છોડવું પડશે. ત્યારે ડેમ કદાચ ભરાય આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવાના છે ત્યારે નર્મદા ડેમ ભરાવો પણ મુશ્કેલ છે. ત્યારે હવે તંત્ર આવી જ પરિસ્થિતિ રાખે છે કે મધ્યપ્રદેશને પાણી છોડવા દબાણ કરે છે એ જોવું રહ્યું. નર્મદા બંધમાં હાલ તો પાણી નો જથ્થો 6600 મિલિયન ક્યુબિક મીટર છે. 2017 માં નર્મદા ડેમના ગેટ નંખાયા એ પહેલા 121.92 મીટર થી ઓવરફ્લો થતો હતો.

પરંતુ 2018 માં ઓછા વરસાદને કારણે પાણી ભારરયું નહિ અને નર્મદા બંધની જળસપાટી 110 મીટર ગઈ હતી ત્યારે ( IBPT ટનલ ) ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી પરંતુ આ વર્ષે ફરી પરિસ્થિતિ વિપરીત બની છે.

આ વર્ષે જલવિદ્યુત મથકો પણ નહિ ચાલી શકે
નર્મદા બંધનું પાણી ગુજરાતને 100 ટકા વાપરવાનું જેતે સમયે નક્કી થયું છે. જયારે વીજળી ઉત્પાદન થાય ત્યારે ગુજરાતને માત્ર 16 % મહારાષ્ટ્રને 28 % અને માધ્ય પ્રદેશને 56 % વીજળી આપવાનું નક્કી થયું છે. વર્ષે આજની પરિસ્થિતિ જોઈએ તો ગતવર્ષની સરખામણીમાં નર્મદા ડેમમાં પાણી ઓછું છે. એટલે આ વર્ષે રિવરબેડ પાવરહાઉસ ચાલી શકે તેવા સંજોગો દેખાતા નથી, કેનાલ હેડ પાવર હાઉસનું એક બે ટર્બાઇન ચલાવી વીજળી પુરવઠો જોઈતો ઉત્પાદન કરાશે. બાકી પાણીનો સંગ્રહ મુખ્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...