ફરિયાદ:ડેડિયાપાડા તાલુકાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપીના કુકરમુંડા ગામના યુવાન સામે દુષ્કર્મ-પોક્સોનોે ગુનો નોંધાયો
  • યુવાનની​​​​​​​ ચુંગાલમાંથી તરૂણી ઘરે આવતાં મામલામાં ઘટસ્ફોટ થયો

તાપી જિલ્લાના કુકરમુંડા ગામના યુવાન ડેડિયાપાડા આવી એકસગીર વયની કિશોરીનું અપહરણ કરી લઇ જઈ તેનીસાથે દુસ્કર્મ આચર્યું જેની ફરિયાદ ડેડિયાપાડા પોલીસમાં નોંધાવતા પોલીસે યુવાન સામે દુસ્કર્મ અને પોક્સો એક્ટ કલમ મુજબ પોલીસે ગુનો નોંધ્યો હતો. તાપી જિલ્લાના એક ગામની સગીર વયની કિશોરી ડેડીયાપાડાના નિવાલ્દા ગામે નાઇસ ઇસ્ટીટ્યુટ ખાતે અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી.

જયારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બેજ ગામના માસ્ટર ફળીયા રહેતા શાંતિલાલ વળવી આ કિશોરીનો પીછો કરતો હોય ડેડિયાપાડા આવી ધાક ધમકીઓ આપી. નિવાલ્દા ગામ ખાતે આવેલ નાઇસ ઇન્સ્ટીટ્યુટની હોસ્ટેલ ખાતેથી અપહરણ કરી સગીરાને લઇ જઈ રાજપીપળા નજીકના સેંગપુરા ગામે મુકેશ વસાવા રહેણાંક ઘરે રોકાયા હતા.

જ્યા આ સગીરા સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુસ્કર્મ કર્યું હતું. આ યુવાનની ચુંગાલમાંથી સગીરા ભાગીને ઘરે આવતા જે બાબતની સગીરાના માતાપિતાને ખબર પડતા સગીરાએ ડેડિયાપાડા પોલીસમાં આ યુવાન શાંતિલાલ વળવી વિરુદ્ધ ફરિયાદ પોલીસ સબ ઇન્સપેક્ટર ડેડિયાપાડા એચ.વી.તડવી દુસ્કર્મ નો ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...