તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રૂ. 13 કરોડનો ફિલ્ટર પ્લાન્ટ શરુ થાય તો રાજપીપલાને શુદ્ધ પાણી મળશે

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપળા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે શહેરની જનતાને 28 લાખનો ફાયદો
 • આ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી

રાજપીપળા નગરપાલિકામાં ભાજપને બીજી વાર પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો છે. હાલ તો પાલિકામાં ચુંટાયેલા તમામ સભ્યો યુવાન અને અનુભવ વિનાના છે, પણ રાજ્યની પાલિકામાં સૌથી યુવાન પ્રમુખ એવા કુલદીપ સિંહ ગોહિલ પોતાના પિતાના અધૂરા કામો ને પૂર્ણ કરવા ની રાજપીપલા ની જનતાની સેવા કરવાનો જે સંકલ્પ લીધો છે તે મુજબ ધડાધડ કામગીરી કરી રહ્યા છે. રાજપીપળા શહેરની જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છેલ્લા 8 વર્ષથી બંધ પડી રહેલા શુદ્ધ પાણી માટેનો આર.ઓ વોટર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાવ્યો છે.

પ્લાન્ટ શરૂ કરાવવાની સાથે શહેરની જનતાને અને નગરપાલિકાને 28 લાખ રૂપિયાનો ફાયદો પણ કરાવ્યો છે. એક બાજુ મોબાઇલ ટાવરો ની 11 લાખની રિકવરી, 70 ટકા વેરાની વસુલાત સાથે આ પ્લાન્ટ શરૂ કરવી જનતા ને શુદ્ધ પાણી અપાતા લોકોમાં અનેરો આનંદ છવાયો છે.રાજપીપળા સહીત જિલ્લાના તમામ ગામોમાં પીવા યોગ્ય પાણી નથી નર્મદા જિલ્લામાં સૌથી વધુ TDS વાળું પાણી આવે છે રાજપીપલા નગર માં પણ 600 થી લઈને 1000 TDS સુધીનું પાણી આવે છે જે સીધું પીવામાં આવે તો અનેક રોગ થઇ શકે જેના કેટલાક નાગરિકો આવા રોગોનો શિકાર બન્યા પણ છે.

જેથી શરીરમાં સૌથી મહત્વનું તત્વ પાણી છે. ત્યારે રાજપીપળાની જનતાને શુદ્ધ આર.ઓ.નું ફિલ્ટર પાણી આપવા માટે વડિયા ગામની સીમમાં ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. રાજપીપલા ની જનતાને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે એ માટે વર્ષ 2013 માં 13.36 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના માંથી આરઓ વોટર ફિલ્ટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો હતો.

જેતે કોન્ટ્રાકટર ની અધૂરી કામગીરી ને લઈને આ પ્લાન્ટ લોકાર્પણ થયો પણ પછી બંધ થઈ ગયો, કરજણ યોજનાના પાણીને શુદ્ધ કરી જનતાને આપવાની યોજના હોય સાથે સાથે કરજણ જળાશય યોજનાના 53 લાખ રૂપિયાની બીલ પણ વધુ ગયું હતું. જેનું પણ બીલ પાલિકાએ આપવાના બાકી પડતા હતા.એટલે આ પ્રોજેક્ટ ધૂળ ખાતો હતો.

પાલિકાએ રૂપિયા 25 લાખ ભર્યા
રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે વોટર ફિલ્ટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ચાલુ કરવા માટે કરજણ જળાશય યોજનામાં વન ટાઈમ સેટલમેન્ટમાં 53 લાખ બાકી પડતી રકમના 25 લાખ ભરી 28 લાખનો નગરજનોને અને પાલિકાને ફાયદો કરાવ્યો છે.આ ફિલ્ટર પ્લાન્ટને ચાલુ કરવા ટૂંક સમયમાં જ એની ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી ચાલુ કરવામાં આવશે અને રાજપીપળા નગરની જનતાને ચોખ્ખુ પાણી મળી રહે તે માટેનું તમામ પ્રકારનું આયોજન પણ કરવામાં આવશે. આમ ભલે રાજપીપળાની જનતાએ યુવાનોના હાથમાં સત્તા સોંપી હોય પણ મજબૂત પ્રમુખ પાલિકા નગરમાં સુંદર કામગીરી કરીને દેખાશે એવું હાલ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો