તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની આવક વધતાં SOUની પ્રવેશ ફી, પાર્કિંગ ફી સહિતની આવકના રૂા.5.24 કરોડ HDFCબેંકમાં જમા ન કરાવનાર રાઈટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઈવેટ લિમિટેડના કર્મીઓ સામેે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એજન્સીમાં કામ કરતા બે લોકોની ધરપકડ કરી હતી. હજી પણ બે શખ્સો ફરાર હોય પોલીસે તેમને શોધવાની કવાયત હાથ ધરી છે.
કેવડિયા પોલીસમાં બેન્કે ફરિયાદ નોંધાવ્યા બાદ નર્મદા LCBએ રાઈટર કંપનીમાં ફરજ બજાવતા આશિષ જોશી, જયરાજસિંહ સોલંકી, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારીઓને ઝડપી પાડવા વડોદરામાં ધામા નાંખ્યા હતા. નર્મદા પોલીસની ટીમે વડોદરાના સુભાનપુરા અને કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. ગુરુવારે સવારે કંપનીના અધિકારી આશિષ જોશી અને કર્મચારી જયરાજસિંહ સોલંકીને કોયલી ગામ સ્થિત નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.