તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરૂ આયોજન:નર્મદામાં 125 કરોડના ખર્ચે રોડ, ક્વાટર્સ બનાવાશે

રાજપીપલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જિલ્લામાં વૈશ્વિક કોરોના મહામારીની કોવિડ-19 ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન જિલ્લા પ્રશાસન- જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી ઉપરાંત આગામી સમયમાં સંભવત: ત્રીજી લહેર સામે કરાયેલા આગોતરા આયોજન અને તે સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી મંત્રી યોગેશ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદામાં ગરુડેશ્વર તાલુકા સેવા સદન, રાજપીપલા ખાતે નવા હેલીપેડ,CSR અંતર્ગત થયેલી કામગીરી, SOU ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં જીરો એમિનેશન એરીયા, કોવિડ હોસ્પિટલ, જિલ્લા કલેકટર કચેરી, ડીએસપી કચેરી, જિલ્લા પંચાયત કચેરી વગેરેને આવરી લેતી અંડરગ્રાઉન્ડ કેબલ-વિજલાઇન, ઓક્સિજન પ્લાન્ટસ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ, ગેસ આધારિત સ્મશાનગૃહ વગેરે જેવી હાથ ધરાયેલી વિશિષ્ટ કામગીરીથી પણ મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. તદઉપરાંત રાજ્યકક્ષાએ જિલ્લાની મહત્વની પડતર બાબતોથી પણ મંત્રીને વાકેફ કર્યા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવિડની પહેલી અને બીજી લહેર દરમિયાન અને ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી છે.

અન્ય સમાચારો પણ છે...