તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સ્ટેચ્યુ સુધી ખાનગી વાહનોને જવા ન દેતા રિક્ષા - છકડા ચાલકોમાં આક્રોશ

રાજપીપલા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકોએ કલેકટરને આવેદન આપી રોજગારીની માંગ કરી

વિશ્વનું સૌથી મોટું પ્રવાસન ધામ સરકારે બનાવ્યું અને તેમની દરેક વાતોમાં સ્થાનિકોને રોજગારી આપવાની વાત કરતા આવ્યા છે.ત્યારે તાજેતર માં સ્થાનિક રીક્ષા, છગડા, મેજિક્સ સહિત ના ચાલકો એ જિલ્લા કલેકટર ને આવેદન આપી સ્ટેચ્યુ સુધી પ્રવસીઓ લાઇ જવાની પરવાનગી આપવા માંગ કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ દૂર દૂર થી આવે સરળતા થી આવી શકે એ માટે સરકારે સી પ્લેન સેવા શરૂ કરી જે સ્ટેચ્યુ થી 5 કિમિ દૂર છે. બાદમાં રેલ સેવા શરૂ કરી જે રેલવે સ્ટેશન પણ 6 કિમિ દૂર છે. અને બસ સેવા શરૂ છે પણ નવું બસ સ્ટેન્ડ બને છે એપણ સ્ટેચ્યુ થી 5 કિમિ દૂર છે ત્યારે આ સેવાઓનો લાભ લઇ પ્રવાસી સીધો સ્ટેચ્યુ.કે જંગલ સફારી જોવા જતો નથી એ હોટલ કે ટેન્ટ સીટી બુકિંગ હોય ત્યાં જતો હોય છે. ક્યારેક કોઈ કાર કે પોતાનું વાહન ના લઈ ને આવે અને બસ માં કે ટ્રેન માં આવે તો ખાનગી વાહનો પ્રવાસીઓ શોધતા હોય છે.

પરંતુ તંત્ર દ્વારા ખાનગી કોઈ વાહનોને સ્ટેચ્યુ એરિયામાં જવા દેવતા નથી. એટલે કે જે કેવડિયા એરિયામાં પેસેન્જરો ની અવર જવર કરાવે છે એવા 100 જેટલા વાહનો છે.જો આવા સ્થાનિક છગડા, રીક્ષા કે.મેજીક જેવા વાહનો ને રેલવેસ્ટેશન માં થી.પ્રવાસીઓ ને.લેવા દે કે સિપ્લેન તરફ જવાડે આ વિસ્તાર માં ફરવા કાયમી પાસ આપે તો તેમને પણ રોજગારી મળી રહે એવી રજુઆત જિલ્લા કલેકટર ને કરતા કલેકટર નર્મદા એ કોઈ ચોક્કસ રસ્તો કાઢવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો