તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજપીપલાના બગીચામાં અસામાજિક પ્રવૃતિઓની થતી હોવાની રજુઆત

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરબાર રોડ પર આવેલા બગીચામાં ગંદકીનું સામ્રાજ્ય

રાજપીપળાના દરબાર રોડની જૂની પોસ્ટ ઓફીસ પાસે નગરપાલિકા દ્વારા નગરજનો નવરાશ સમયે એકલા અથવા ફેમિલી સાથે ખુલ્લા ફરી શકે બેસી શકે તે માટે રાજપીપળાના જાણીતાં સમાંજ સેવક સ્વં.ચંપકલાલ સુખડીયાનું નામ આપી બગીચો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બગીચામાં દરબાર રોડ તેમજ બક્ષી ખડકીના લોકો જઇ શકતા નથી કારણ કે બગીચાના સમય ઉપરાંત રાત્રી દરમિયાન પણ બગીચામાં અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસે છે અને નશો કરી અપશબ્દો બોલી બુમાબુમ કરે છે.

એટલુંજ નહિ પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ગાર્ડન બંધ થઈ ગયા બાદ રાત્રીના સમયે ગાર્ડનની દીવાલ કૂદી અસામાજિક તત્વો ગાર્ડનમાં પ્રવેશે છે. અને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે જે હાલ વધવા લાગી છે ઉપરાંત ગાર્ડનની સામે જૈન મંદિર પણ આવેલું છે ધાર્મિક સ્થળ હોવાને કારણે બહારથી પણ લોકો મંદિરે આવતા હોય છે અસામાજિક તત્વોને કારણે તેમની પર ખરાબ અસર પડે છે અને આ રોજની સમસ્યા છે તથા ગાર્ડનના ગેટ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો