તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગડી, જંતર અને ચાપટ ગામે પાણીની સમસ્યાના અહેવાલથી તંત્ર દોડતું થયું

રાજપીપલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક ધોરણે ચાપટ ગામે પાઇપલાઇન-સ્ટેન્ડ પોસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગડી, જંતર અને ચાપટ ગામના પીવાના પાણીની સમસ્યા બાબતે તાજેતરમાં દિવ્યભાસકર દૈનિક પેપરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલને લઈને જિલ્લા કલેકટરે પાણી પુરવઠા વિભાગ પાસે અહેવાલ માંગતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર તરફથી કેટલીક સ્પષ્ટતા કરવા માં આવી.

પોતાના વિભાગના ઇજનેરો, કર્મચારીઓ ને દોડાવ્યા જોકે આઝાદીના 75 વર્ષ પછી પણ વિભાગ ના અધિકારીઓ અહેવાલ માં રસ્તાનો અભાવ ગણાવે છે, વર્ષો જુના કુવાના પાણી નો સ્ત્રોત બતાવે છે. ગયા વર્ષે બનેલ રોડ પર પાણીની ડોલ રેડી ફોટા પાડી બીજા વર્ષે પણ રોડ બનાવી ઓનલાઇન કરી દેવાનું જ્યાં પાણી છે રોડ ટચ ગામો છે ત્યાં દુનિયાભરની યોજના આપી એક ગામમાં બધી યોજના આપવાની ત્યારે આ ડુંગરાળ વિસ્તારોમાં માણસો નથી રહેતા, પાણી પુરવઠા સાથે માર્ગ મકાન, આરોગ્ય, શિક્ષણ તમામ વિભાગો આવા ગામોમાં પાયાની સુવિધાઓ નહીં પહોંચવા માટે જવાબદાર છે.

જાંબલી ફળીયામાં 25 ઘરો આવેલ છે આશરે 120 જેટલી વસ્તી છે. આ ફળીયા સુધી જવા માટેનો રસ્તો કાચો, ડુંગરાળ તથા ઢોળાવવાળો છે. ફળીયામાં 2 કાચા કુવામાંથી ફળીયાના લોકો હાલ પીવાનું પાણી મેળવે છે. હાલ હયાત કુવાની દિવાલ તુટી ગયેલ હોવાથી કુવાને રીપેરીંગ કરી તેમજ કુવાને વધુ ઉંડો કરવામાં આવે તો પાણીની આવક વધુ સારી મળી રહે તે માટે સદર ફળીયામાં કુવા આધારિત સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાની મંજુરી સાથે તે ઝડપથી પૂર્ણ કરીને પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ થાય તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...