કાર્યક્રમ:નોંધારાનો આધાર પ્રોજેક્ટના લાભાર્થી, વૃદ્ધ પેન્શનને મંજૂરી

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા એન્જીનીયર્સ ઇન્ડિયા લી. (EIL) ની સામાજીક જવાબદારી (CSR) કાર્યક્રમ અંતર્ગત એલ્મિકો-ભારત સરકારના ઉપક્રમે તથા નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી નાંદોદ તાલુકાના વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોગ થવા સહાયરૂપ” એક દિવસીય દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પના યોજાયેલા કાર્યક્રમને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, શહેરના અગ્રણી રમણસિહ રાઠોડ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, એલ્મિકો કંપનીના જુનિયર મેનેજર મૃદુલભાઈ અવસ્થી સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, લાભાર્થી દિવ્યાંગજનો વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

અને આ મહાનુભાવોના હસ્તે અંદાજે 31.34 લાખના ખર્ચે નર્મદા જિલ્લાના 163 દિવ્યાંગ લાભાર્થીઓને મોટોરાઈઝ્ડ ટ્રાયસીકલ, એક્સિલા ક્રચ, ફોલ્ડીગ વ્હીલચેર, સાંભળવાનું મશીન, સ્માર્ટ કેન, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્સ, સ્માર્ટ ફોન સહિત વિવિધ 21 સાધન સહિત કુલ-250 સાધન સહાયનું વિતરણ કરાયું હતું. તેની સાથોસાથ “નોધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યુનિક કાર્ડ, બસપાસ અને એક લાભાર્થીને વૃદ્ધ માસિક પેન્શનનો મંજૂરી હુકમ એનાયત કર્યો હતો.

સાંજરોલી ગામના દિવ્યાંગ લાભાર્થી રંજનબેન તડવીએ જણાવ્યું હતું કે મારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો મને ખૂબ જ મુશ્કેલ પડતી હતી પરંતુ સરકાર દ્વારા મને ઇલેક્ટ્રિક વ્હિકલ આપવામાં આવી છે. તેથી હવે હું મારા કામો સરળતાથી કરી શકીશ. આ લાભ ઘર આંગણે જ મળ્યો હોવાથી આ તકે રંજનબેને સરકારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...