તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના બીજા દિવસનો પ્રારંભ મહાનુભાવોએ સંવિધાન દિનની ઉજવણીથી કર્યો હતો. વિવિધ રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદનું પ્રતિનિધિત્વ કરી રહેલા પદાધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્ર થયા હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમક્ષ સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ દિલ્હીથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. તેમણે આમુખનું વાંચન કરાવ્યું હતું. જેમાં લોકશાહીના સંવાહકોના સંવિધાન પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લીધા હતા.લોકસભા, રાજ્ય સભા અને રાજ્યોની વિધાનસભા-ધાનપરિષદના અધ્યક્ષઓ, ઉપાધ્યક્ષઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત થયા હતા.
જ્યાં સૌએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. તેમણે બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ બંધારણની ઉદેશિકાનું પઠન કર્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.