તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિવાદન:ગુજરાતમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સ માટે રાશનકિટ વિતરણ અભિયાન

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે સંાસદ મનસુખ વસાવાના હસ્તે કિટ અપાઈ

નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો આજે રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતના બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે રાજ્યપાલ તરફથી NGO થકી આવા કોરોના વોરિયર્સને જીવનજરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશનકીટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ૩૪૦૦ જેટલી કિટ્સનું વિતરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...