કાર્યવાહી:રાપરનો વોન્ટેડ આરોપી તિલકવાડાથી ઝડપાયો

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો

કચ્છ જિલ્લા ના રાપર પોલીસ મથક માં આરોપી સુખદેવ કોડી રાપર પોલીસ મથકમાં તેની સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ હત્યાના આરોપીને પોલીસે પકડી જેલ ભેગો કર્યો હતો. જેને જીલ્લા જેલ ગનપાદર ખાતેથી રાપરની કોર્ટમાં પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હતો. કોર્ટની કાર્યવાહિ માટે લાવવામાં આવેલ આરોપી જાપ્તા હેઠળ ની પોલીસ ને ચકમો આપીને ફરાર થયેલ હતો.

એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત આંઠ પોલીસ જવાન ને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપીને તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. બી. વસાવા સહિત તેમના સ્ટાફ ના જવાનો ને બાતમી મળેલ હતી કે આરોપી તિલકવાડા ના મરસણ ગામ ખાતેથી કચ્છ જવાની તૈયારી કરી રહ્યો છે, જેથી તેને ચમદિયા રોડ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અને હત્યાના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપીને રાપર પોલિસના હવાલે સોંપવાની કાર્યવાહિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...