આક્ષેપ:રાજપીપળામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિની રાવ

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંડ નિરીક્ષક જ ચોરી કરાવતા હોવાનો આક્ષેપ

રાજપીપળાના વડિયા ગામે આવેલી માયસેનન શાળામાં રવિવારે યોજાયેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષક દ્વારા બ્લોક નંબર Bમાં એક વિધાર્થીને મોબાઈલ આપી ચોરી કરાવતા હોવાની ફરિયાદ એજ ક્લાસમાં પરીક્ષા આપતા પરિક્ષાર્થી મુકેશ વસાવાએ લેખિત ફરિયાદ પ્રિન્સિપાલને કરી સોસીયલ મીડિયામાં વાયરલ કરી છે. તેણે પોતાની ફરિયાદ માં જણાવ્યું હતું કે સ્કૂલના બ્લોકમાં એક નિરીક્ષક જાતે એક પરિક્ષાર્થીને મોબાઈલ આપી ચોરી કરાવતો હતો. જે ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પહોંચતા તેમણે તપાસ શરૂ કરી અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા વિડિઓ ફૂટેજ ચેક કરી કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરાશે
વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિ અંગે મુકેશ વસાવા નામના પરિક્ષાર્થી પાસેથી ફરિયાદ મળી છે. સીસીટીવી ફૂટેજની અમારા અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. જો ગેરરીતી થયાનું ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે.> જયેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...