તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણની અધોગતિ:નર્મદા જિલ્લામાં માર્ગોના વિસ્તૃતિકરણ માટે 800 વૃક્ષો કાપવાના R&Bએ સવા ત્રણ કરોડ ચૂકવ્યાં

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા - પોઇચાને જોડતા માર્ગની હરિયાળી છીનવાઇ, મહામારીમાં તંત્રે ઓક્સિજનનું મહત્વ સમજવું જરૂરી

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ફોર લેન માર્ગના વિસ્તૃતિકરણ માટે 800થી વધુ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. જેના પગલે પર્યાવરણવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા સરકારે બનાવેલા ફોર લેન રોડની અડચણમાં આવતા વર્ષો જુના ઘટાદાર વૃક્ષોને કાપી નંખાયા છે. તો એની સામે વૃક્ષારોપણ થયું કે કેમ એ પ્રશ્ન છે, જેટલા વૃક્ષો કપાય એનાથી બમણા વૃક્ષોનું વાવેતર થવું જ જોઈએ.ફોર લેન રોડ બનાવ્યા બાદ રોડની વચ્ચે બોગન વેલ લગાવાઈ તો ખરી પણ જાળવણીના અભાવે એ પણ સુકાઈ ગઈ ત્યારે સરકાર આ મામલે પગલાં લેશે કે કેમ એ હવે જોવું રહ્યું.વન વિભાગે કપાયેલા વૃક્ષોની હરાજી તો કરી લીધી પણ વૃક્ષારોપણ તરફ ધ્યાન આપ્યું જ નથી.

નોંધનિય છે કે, પોઇચાથી રાજપીપળાને જોડતો ફોરલેન રોડ 70 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડને પહોળો કરવા માટે 800થી વધુ વૃક્ષો કપાવાના છે. જેના બદલામાં બે ગણા વૃક્ષો વાવવાના થતાં હોવા છતાં હજી તે વૃ્ક્ષો ક્યાં વાવવામાં આવ્યાં તેની કોઇ જ વિગતો સપાટી પર આવી નથી. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ પણ રૂપિયા આપીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયું છે.

વન વિભાગને રૂપિયા ચૂકવ્યાં છે,હવે વૃક્ષ ઉગાડવાની જવાબદારી તેમની છે
નર્મદા જિલ્લામાં પોઇચાથી રાજપીપલાને જોડતો ફોરલેન માર્ગ 70 કરોડના ખર્ચે બની રહ્યો છે. રસ્તો પહોળો કરવા 800 જેટલા રસ્તામા આવતા વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગ પાસે માંગી હતી.જેટલા કાપવાના એના ડબલ વાવવાના અમે પોણા ત્રણ કરોડ જેવા રૂપિયા ભર્યા છે.હવે આ વૃક્ષો કાપ્યા બાદ ઉગાડવાની જવાબદારી વન વિભાગની છે.>આઈ.વી પટેલ,અધિક્ષક ઈજનેર, માર્ગ મકાન વિભાગ સ્ટેટ)

અન્ય સમાચારો પણ છે...