કામગીરી શરૂ:નર્મદા જિલ્લામાં R&B આખરે જાગ્યું માર્ગ મરામત અભિયાન હાથ ધરાયું

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત ચોમાસામાં ટુટેલા રસ્તાઓની કામગીરી શરૂ

ગુજરાત સરકાર દ્વારા 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત અભિયાન થકી ચોમાસાના ભારે વરસાદને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય, એવા રસ્તાઓનું સુધારણાનું કામ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર વી.જે.રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ચાલી રહેલ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ કે જે ચોમાસા દરમિયાન નુકશાન પામેલ છે.

તેવા રસ્તાઓને 10મી ઓક્ટોબર 21 સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.નર્મદા જીલ્લામાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હવે ડામરના પેજ તથા પેવર પટ્ટા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.​​​​​​​નાંદોદ તાલુકાના ખામર-વિરપોરનો (સ્ટેટ હાઇવે) રસ્તા મરામતની કામગીરી સહિત જિલ્લા-તાલુકા-ગ્રામ્ય સ્તરે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...