રાજપીપળાનું ગૌરવ:વિહાર મોદી ઓસ્ટ્રેલિયામાં ‘બિઝનેસ પર્શન ઓફ ધ યર’થી સન્માનિત થયા

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળામાં ભણેલા અને આધ્યાત્મિકતા થકી જીવનમાં પરિવર્તન લાવ્યા

રાજપીપળાના યુવાન વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયા જઇ એડિથ કોવાન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. નોકરી પણ કરી એન્જિનિયરિંગની નોકરી પછી સબવેમાં પાર્ટ ટાઇમ કામ કરવાની શરૂઆત કરી 2016 ના અંત સુધીમાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એન્જિનિયરિંગની નોકરી છોડ્યા બાદ તે માને છે કે આ તેમનું મોટું જોખમ અને યોગ્ય નિર્ણય હતો. 2017માં તેમણે મોટાભાગની વ્યવસાયિક કુશળતા 3 વર્ષ શીખી અને 2019 માં પોતાનો વ્યવસાય વધારવાનું નક્કી કર્યું. 2020 માં તેમણે બે સ્ટોર ખોલ્યા અને તેનું ટર્નઓવર એક વર્ષમાં 300 % વધુ થઈ ગયું.

તેમણે ટર્નઓવરમાં 300 % વૃદ્ધિ સાથે જબરદસ્ત વૃદ્ધિ કરી છે. તેમણે ઘણા ભારતીયોને તેમની રેસ્ટોરાંમાં નોકરી મેળવવા અને હજી પણ તેમના માટે કામ કરવામાં મદદ કરી છે.આમ ભારતીયો માટે લાગણી અને સન્માન આપી કદર કરે છે ત્યારે હાલની સ્થિતિમાં વિહાર મોદીએ વિદેશી ધરતી પર પોતાનો વ્યવસાય જમાવી ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી એવોર્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે

અન્ય સમાચારો પણ છે...