લોકાર્પણ:રાજપીપળાના સ્મશાન ગૃહને રૂ. 1.15 કરોડની ગેસ સંચાલિત 2 સગડી મળી

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં CNG આધારિત સગડી સાથે સ્મશાનગૃહનું લોકાર્પણ કરાયું. - Divya Bhaskar
રાજપીપળામાં CNG આધારિત સગડી સાથે સ્મશાનગૃહનું લોકાર્પણ કરાયું.
  • જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી ગેસ કંપની સ્મશાનમાં મફત ગેસ અપાશે

રાજપીપલા શહેરનું સ્મશાન વર્ષોથી કેટલાક સેવકો દ્વારા અને દાતાઓ દ્વારા સુંદર આયોજન થી ચાલતું આવ્યું છે રાજપીપલા નું નિજ મુકિત ધામ જોઈએ તો એક પ્રવાસન સ્થળ જેવું સુંદર અને આકર્ષક લાગે જેમાં સ્વ.સુહાગભાઈ મહેતા, દર્શક્ભાઇ પરીખ, સ્વ.રાકેશભાઈ ધોબી સહીત અનેક નામી અને અનામી લોકોના સહયોગ વડે આ સ્મશાન નું સુંદર આયોજન થઈ રહ્યું છે. જેમાં કેટલાક લોકો રાજકીય આગેવાનો પણ લાકડા થી લઈને અનેક વસ્તુનું દાન કરતા આવ્યા છે.

કોરોના કાળ માં વૈષ્ણ્વ સમાજ દ્વારા ભોજન રથ થી લઈને સ્મશાન માં કોરોના મૃતક ને અગ્નિ દાહ આપવાથી લઈને વૈષ્ણવ સમાજ ના યુવાનો દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ ને રજૂઆત કરી કે ઇલેક્ટ્રિક સગડી વાળું સ્મશાન નથી એટલે બે ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત સગડી બને કે જેમાં ઝડપી થી અને લાકડા વગર મૃતદેહ સળગી જાય આ બાબત ને લઈને જિલ્લા કલેક્ટરે કેટલીક ખાનગી કંપનીઓ માંથી CRS ફંડ સ્મશાન માટે અપાવ્યું વિવિધ સમજો ને દાન આપવા અપીલ કરતા કેટલાક સમાજોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દોઢથી બે લાખ પાંચ લાખ સુધીની રકમ દાનમાં આપી

નર્મદા સુગરે 5 લાખ રૂપિયા દાન માં આપ્યા આમ આ પ્રોજેક્ટ લોકભાગીદારી થી આજે સંપૂર્ણ થયો બે ગેસ સંચાલિત સગડી સ્મશાનમાં ફિટ કરવામાં આવી અને જેનું વૈષ્ણવ સમાજના યુવાનો દ્વારા પૂજા કરી ને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે તકતી નું અનાવરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું. આ સ્માશનગૃહમાં ગેસ પુરવઠો મફત મળતાં લોકોને હવે લાકડાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

ગુજરાત ગેસ કંપની હંમેશા માટે મફતમાં ગેસ સપ્લાય આપશે
લોકભાગીદારીથી રાજપીપળા સ્મશાનગુહ ને ઇલકેટ્રીક સગડી મળી છે. મુખ્યમંત્રીએ અંદાજે 1.15 કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારી થી તૈયાર થયેલ CNG આધારિત રાજપીપળામાં સ્મશાનગૃહનું લોકાર્પણ કર્યું છે.જેમાં ગુજરાત ગેસ દ્વારા નિઃશુલ્ક ગેસ હંમેશાં માટે આપવામાં આવશે. - ડી.એ.શાહ, જિલ્લા કલેક્ટર.

અન્ય સમાચારો પણ છે...