સુવિધા:રાજપીપળામાં રાજ્યની પ્રથમ વ્યાયામ શિક્ષણ કોલેજ બનશે

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહિવટીતંત્રએ JCB કંપની સમક્ષ દરખાસ્ત કરી હતી

નર્મદા જિલ્લાના ઉત્સાહી અને પ્રેરક સુકાની એવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટી તંત્રે રાજપીપલામાં અંદાજે 7.35 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટીની છોટુભાઇ પુરાણી વ્યાયામ શિક્ષણ મહાવિદ્યાલય ખાતે 200 બેડ ક્ષમતાની સ્પોર્ટસ હોસ્ટેલની અદ્યતન સુવિધા ઉભી કરવાના આયોજનની રૂપરેખા ઘડવાની સાથે CSR એક્ટીવીટી હેઠળ JCB (Joseph Cyril Bamford Excavators Ltd.) કંપનીના સહયોગથી આ સુવિધા ઉપલબ્ધ બને તે માટે જિલ્લા પ્રસાશન ધ્વારા JCB કંપની સમક્ષ જરૂરી દરખાસ્ત કરવામાં આવી છે.

ક્રાંતિવીર અને વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રખર પ્રચારક પુરાણી બંધુઓએ સ્વતંત્રતા પહેલા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના નેજા હેઠળ રાજ્યની પ્રથમ વ્યાયામ શિક્ષણ મહાવિદ્યાલય શરૂ કરીને ખેલને શિક્ષણ સાથે જોડવાની પહેલ કરી હતી. હવે એ જ ઐતિહાસિક સંકુલમાં નવી બોય્ઝ સ્પોર્ટસ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશાના પ્રયાસો જિલ્લા પ્રસાશન ધ્વારા હાથ ધરાયાં છે.જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સિનીયર કોચ વિષ્ણુ વસાવા ધ્વારા આ પ્રોજેક્ટ સંદર્ભે જરૂરી સંકલનની કામગીરી હાલમાં આગળ ધપી રહી છે.

જે અંતર્ગત તાજેતરમાં રાજપીપળાની છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન સંકુલ ખાતે JCB કંપનીના ઉપાધ્યક્ષ જસમીતસિંઘ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર સ્નેહલ પટેલ, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ તથા કોલેજના આચાર્ય ડો. કૌશિકસિંહ ગોહિલ અને એસોસીએટ પ્રોફેસર ડૉ.હસમુખ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઉક્ત સંસ્થાની સ્થળ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ સંકુલના વિકાસ માટે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તે મુજબ હાલ પ્રાથમિક તબક્કે અંદાજે 7.35 કરોડના ખર્ચે નવી બોય્ઝ સ્પોર્ટસ હોસ્ટલની સુવિધા ઉભી કરવાનો જિલ્લા પ્રશાસનનો આ પ્રયાસ નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ખેલકૂદ પ્રેમી-રમતવીરો માટે આશિર્વાદરૂપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...