કોવિડ-19 વૈશ્વિક મહામારી સંદર્ભે દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે રસીકરણના 100 કરોડ કોવિડ વેક્સિનેશનના ડોઝ આપવાની વૈશ્વિક સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બ્લોક હેલ્થ ઓફીસર ડૉ. એ.કે.સુમનના સહયોગથી રાજપીપલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 15 જેટલાં આરોગ્યકર્મી પરિવારે સરકારની 100 કરોડ વેક્સીનેશનના ડોઝની સિધ્ધિને દિપાવલી-નૂતન વર્ષનું પર્વ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે પ્રેરક અને અનોખી રીતે ઉજવવાના કરેલા સંકલ્પ અંતર્ગત આ પ્રોજેક્ટ હેઠળના 6 અનાથ બાળકોને એક જોડી નવા કપડા-પગરખાં-મીઠાઇ અને ફટાકડાનું વિતરણ કરીને આ અનાથ બાળકોના જીવનમાં નવજ્યોત દ્વારા સાચા અર્થમાં ઉજાસ પાથરવાનું સરાહનીય કાર્ય કર્યું છે. એટલુંજ નહીં રાજપીપલામાં “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ 133 જેટલા લાભાર્થીઓને દિપાવલી પર્વ ના રોજ સાંજે તેમજ નૂતન વર્ષના રોજ સવાર- સાંજનું ભોજન પિરસવાની સાથે નૂતન વર્ષની આ ઉજવણીમાં તેમની સાથે સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓે માટે નર્મદા જિલ્લા ઉપરાંત રાજપીપલાના શહેરીજનો દ્વારા વ્યક્તિગત-સામૂહિક અને સંસ્થાકીય રીતે વિવિધ સાધન-સામગ્રી સહાયના રૂપમાં સહયોગ સાંપડી રહેવાની સાથે લોકોને પણ સહયોગી બનવાની પ્રેરણા મળી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.