તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટેનો હુકમ:રાજપીપળા પાલિકા બીજેપીના પૂર્વ સભ્યોના રાજીનામા રદ કરતો હુકમ

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે સ્વીકાર્યું કે રાજીનામુ પૂર્વયોજિત કાવતરું હતું, કોરા કાગળ પર સહી કરાવાઇ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પાલિકામાં વર્ષ 2015 માં ઇતિહાસમાં પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. અઢી વર્ષની ટર્મ બાદ ફરીથી બીજી ટર્મ માટે 14 જૂન 2018 ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હતી.જો કે ભાજપના જ ચૂંટાયેલા 4 સભ્યો હરદીપસિંહ સિનોરા, દત્તાબેન ગાંધી, જગદીશ વસાવા, નયનાબેન કાછીયા પક્ષની કામગીરી થી નારાજ ચાલી રહ્યાં હતા. તેઓ બીજા ટર્મ માટેની ચુંટણીમાં વિરુદ્ધ મતદાન કરશે. એવી ભીતિને પગલે 13જૂન 2018 ના રોજ પાલિકા સભ્ય પદેથી એમનું રાજીનામુ મંજુર કરી દેવાતા ખળભળાટ મચ્યો હતો. પાલિકા સદન વિપક્ષે માથે લીધું હતું અને જોકે બહુમતી ના જોરે ભાજપે પુનઃ સત્તા મેળવી હતી.

ભાજપ ના ચૂંટાયેલા સભ્યોએ કોરા કાગળ પર સહીઓ કરાવી પોતાના બનાવટી રાજીનામાં લખ્યા હોવાનો આક્ષેપ એ ચાર સભ્યોએ કર્યો હતો અને ન્યાય માટે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન ગાંધીનગર કોર્ટમાં ગયા હતા.3 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજીનામાં શંકાસ્પદ હોવાથી રદ કરવાનો હુકમ કરવામાં આવે છે. કોર્ટે એવું તારણ કાઢ્યું કે રાજીનામાના પત્ર કોરા કાગળ પર સહી મેળવી પાછળથી રાજીનામુ લખાવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

આ પૂર્વયોજિત કાવતરું હોવાનું માની શકાય.જો કોર્ટ જ એમ કહેતી હોય કે રાજીનામું પૂર્વયોજિત કાવતરું છે ત્યારે આ કાવતરું રચનાર પર કાર્યવાહી થશે કે કેમ એ જોવું રહ્યુ. પરંતુ હાલ પૂર્વ સભ્યો ને નહીં ભાજપ સભ્યપદ મળી શકે કે નહીં પાલિકા સભ્ય. પરંતુ તેમની જીત થઈ છે એની એક ખુશી ચોક્કસ છે.

અન્ય સમાચારો પણ છે...