તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:રાજપીપલા પાલિકાના COની વિવાદો વચ્ચે આખરે બદલી

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંબુસરના ચીફ ઓફિસરને રાજપીપલાનો હવાલો

રાજ્ય સરકારના કોઈ વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા ત્રણ રાજપીપલા નગરપાલિકાના મુખ્ય આધિકારી ની બદલી કરવામાં આવી છે. જેમાં રાજપીપલા નગરપાલિકાના મુખ્ય આધિકારી પરાક્રમસિંહ મકવાણાની બદલી ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા માં કરવામાં આવી છે જયારે જંબુસર નગરપાલિકાના મુખ્ય આધિકારી રાહુલ ઢોડિયાની બદલી રાજપીપલા નગરપાલિકામાં કરવામાં આવી છે. નવા મુખ્ય આધિકારી મુકાતા રાજપીપલા નગરપાલિકાના શાસકો કર્મચારીઓ અને જનતા પણ આનંદમાં આવી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપલા માં છેલ્લા ઘણા સમય થી પાણીનો પ્રશ્ન હતો જે હલ થતો નહોતો પાલિકાની ચૂંટણીઓ પૂર્વે વહીવટદાર તરીકે ફરજ બજાવતા મુખ્ય આધિકારી પરાક્રમસિંહ મકવાણા સફાઈ પાણી સહીત કેટલાક પ્રશ્નો હલ કરી શક્યા નહોતા એવો પ્રજાનો આક્ષેપ છે. એટલુંજ નહિ આ વહીવટદારના શાસન દરમ્યાન તેઓ પોતાની ચેમ્બર પહેલે માળ લઇ ગયા જેનો પણ ઘણો વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...