તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:રાજપીપલા નગરપાલિકામાં ત્રીજી પેઢી પ્રમુખપદે બિરાજશે, ભાજપે બહુમતી મેળવી સત્તા હાંસલ કરી

રાજપીપળા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 બેઠકો પૈકી ભાજપે 16 બેઠકો પર કબજો કર્યો જ્યારે કોંગ્રેસ પાસે 6 અને અપક્ષના ફાળે 6 બેઠકો આવીઃ યુવા ચહેરા પ્રમુખની રેસમાં

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થી લઈને ચૂંટણી મતદાન સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલ્યા અને કેટલાક લોકોએ તો પોતાની માનસિકતા છતી કરી ગંદી ટિપ્પણી કરી જેની પત્રિકાઓ પણ છપાવી હવે એવા લોકોને મતદારો એ જાકારો આપી ભાજપ ને તાજ પહેરાવ્યો છે ત્યારે હવે વધુ જોશથી ભાજપ કામ કરશે. 28 બેઠકોમાં 16 બેઠકો ભાજપને મળી સ્પષ્ટ બહુમતી ભાજપ સત્તા હાંસલ કરી. જ્યારે કોંગ્રેસે 6 અને અપક્ષ 6 બેઠકોમાં સંતોષ માંડવો પડ્યો હતો.

રાજપીપલા નગરપાલિકાના ઈતિહાસ માં ત્રીજી પેઢી શાસન માટે પાલિકા સદન જીતી ને પહોંચી છે. માજી પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પિતા જસવંતસિંહ ગોહિલ પાલિકા પ્રમુખ હતા પાલિકા માં શાસન કર્યું ત્યાર બાદ તેમના પુત્ર અલકેશસિંહ ગોહિલ પ્રમુખ તરીકે પાલિકા નું સુકાન અનેક વાર સંભાળ્યું, હવે તેમના પુત્ર અને કુલદીપસિંહ ગોહિલ વોર્ડ 6 માંથી પોતે જીતી આખી ભાજપ પેનલ જીતી લાવ્યા સાથે 28 બેઠક માંથી 16 બેઠકો લાવ્યા આજે ત્રીજી પેઢીનો યુગ થયો છે.

આ જીત નો સૌથી મોટો શ્રેય સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિલ રાવ શહેર મંત્રી રામણસિંહ રાઠોડ અને તેમની ટીમ કામે લાગી આજે જીત મળી છે. જેમાં તમામ ભાજપના કાર્યકરો નો સહયોગ થી જીત મળી છે..હવે પાલિકા પ્રમુખનો તાજ કોના શીરે આવે છે. એ જોવું રહ્યું જોકે ભાજપ મા પ્રદેશ પાર્ટીના હોદેદારો નક્કી કરે છે.એટલે કાઈ કહેવાય નહીં પરંતુ રાજપીપલા નગરપાલિકાનું સુકાન આ વખતે યુવાનો ના હાથમાં રહેશે એ વાત નક્કી છે.

સૌથી નાની વય અને સૌથી મોટી લીડ
રાજપીપલા નગરપાલિકા ની ચૂંટણી યોજાઈ ભલભલા લોકોએ પોતાને અજમાવ્યો પણ પ્રજાએ નકાર્યા અને યુવાનોને ચૂંટીને લાવ્યા જેમાં સૌથી નાની ઉમર ની પૂર્વપ્રમુખ ભરતભાઈ વસાવા ની પુત્રી રીચા વસાવા 22 વર્ષની ઉમર છે પણ સૌથી વધુ મત 1508 મતો મેળવી જીત હાંસલ કરી જયારે ભાજપમાં સૌથી વધુ પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલ ના પુત્ર કુલદીપસિંહ ગોહિલ નીઉમર નાની છે પણ સૌથી વધુ 1280 માતની લીડ થી જીત મેળવી છે.

भाભાજપના વિજેતા ઉમેદવારોમાંથી યુવા ચહેરો પાલિકા પ્રમુખ બનશે
રાજપીપલા નગરપાલિકા માં વોર્ડ એક માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવનાર મંજુરઇલાહી સોલંકી (લાલુ) અને ઇસ્માઇલ મન્સૂરી યુવાન છે. વોર્ડ 2 માં ભરતભાઇ વાસવાની દીકરીરિચા વસાવા સૌથી નાની વયે ચૂંટાયા છે. વોર્ડ 3 માં વૈશાલીબેન માછી, હેમંતભાઈ માછી યુવાન છે. વોર્ડ 4 માં ગિરિરાજસિંહ ખેર, આશિસ ડબગર, કિંજલ તડવી યુવાન છે, વોર્ડ 5 માં પ્રેગ્નેશ રામી અને સાહેનૂરબીબી પઠાણ યુવાન છે. વોર્ડ 6 માં કુલદીપસિંહ ગોહિલ યુવાન છે, વોર્ડ 7 માં વિરેન્દ્રસિંહ ગોહિલ અને અમિષાબેન યુવાન છે.આમ યુવાનો ના હાથમાં પાલિકા ની ડોર. છે.ત્યારે પાલિકા પ્રમુખ પણ યુવાનને જ બનાવશે એ નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...