સમસ્યા દુર:રાજપીપળા પાલિકાએ વોર્ડ 1 અને 4માં નવા ચાર બોર બનાવી પાણીની સમસ્યા દુર કરી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાના તમામ વોર્ડમાં લોક માંગ પ્રમાણે 18 જેટલા હેન્ડપંપ પણ લગાવવામાં આવશે

રાજપીપળા પાલિકાની ચૂંટણી ટાણે નાગરમાંથી પાણીની સમસ્યા દૂર કરવાનું ભાજપે વચન આપ્યું હતું. તે વચન પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે સત્તા સંભાળતાં જ યાદ કરી મંજૂરી મેળવી વોર્ડ નંબર 1 અને 4માં સ્થાનિક લોકોની પાણીની સમસ્યા નિવારવા નવા બોર ખોદી પાલિકા ઘરે ઘરે ફોર્સ થી પાણી પહોંચાડશે જે માટે સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે રાજપીપલા વિટ્ઠલનાથજી ના મંદિર પાસે એક બોરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમની સાથે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, સ્થાનિક સભ્યો ગિરિરાજસિંહ ખેર, કિંજલબેન તડવી, આશિષ ડબગર રાજપીપળા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા અજીત પરીખ અને સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

પાલિકા પ્રમુખે લોકોને ખાતરી આપી હતી કે, નગરમાં સફાઈનું હોય પાણીનું કે અન્ય કોઈપણ કામ હોય, હાલ નગરમાં ભૂગર્ભ ગટરલાઇન અને ગેસ લાઈન બંનેનું કામ ચાલુ છે એટલે અમે નવા રોડ નથી બનાવી નથી શકતા એટલે મજબૂર છે પરંતુ જ્યા બંને લાઈનો નંખાઈ ગઈ હોય તે સોસાયટીઓમાં વરસાદ જાય પછી તરતજ આંતરિક રોડ બનાવી દેવાશે.

નગરજનોને કોઈપણ તકલીફ પડે તો તેમની સેવામાં અમારી ટીમ હંમેશાં હાજર હશે
રાજપીપળા વિસ્તારમાં જે પાણીની તંગી પડે છે તો તેના માટે રાજપીપળા નગરપાલિકા એ 4 નંગ બોર અને 18 હેડ પંપ મંજૂર કરેલા છે. જેનું ખાતે મુહર્ત કરવામાં આવ્યું જે નું કામ શરૂ કરવામાં આવશે. પાલિકાના નગરજનોને કોઈપણ તકલીફ પડે તો તેમની સેવામાં અમારી આખી ટીમ છે.> કુલદીપસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...