દર્દીઓને જીવનદાન:રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક મિનિટમાં 450 લીટર ઓક્સિજન ઉત્પન્ન થાય તેવો પ્લાન્ટ કાર્યરત

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HPCLના સહયોગથી સ્થપાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ

કેન્દ્રીય પટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પૂરી અને રાજ્યકક્ષાના મંત્રી રામેશ્વર તેલી, પેટ્રોલીયમ સચિવ તરૂણ કપૂર, વરિષ્ટ પદાધિકારીઓ તેમજ પેટ્રોલીયમ મંત્રાલયના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે દેશભરના વિવિધ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું ઇ-લોકાર્પણ કરાયું હતુ, જેમાં ગુજરાતમાં નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્ય મથકે કોવિડ-19 હોસ્પિટલ ખાતે પણ HPCL ના સહયોગથી સ્થપાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પિત કરાયો હતો. આ ઓક્સિજન પ્લાન્ટસ દર્દી ઓ માટે જીવનદાતા હોઇ, તેની નિભાવણી સુચારૂં રીતે થાય તે જોવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પૂરીના હસ્તે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં HPCL ના નોર્થ-વેસ્ટ ઝોનના ચીફ જનરલ મેનેજર (રીટેઇલ) પવન સહગલ, વડોદરાના ડેપ્યુટી જનરલ મેનેજર (રીટેઇલ) વિશાલ શર્મા, રાજપીપલા કોવિડ હોસ્પિટલના ફિઝિશિયન ડો.જે.એલ મેણાત તેમાં સહભાગી બની જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે રાજપીપલા કોવિડ હોસ્પિટલના ફિઝિશીયન ડૉ.જે.એલ.મેણાતે કેન્દ્રીય મંત્રી સાથે કરેલા વર્ચ્યુઅલ સંવાદમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સંકળાયેલો નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ સાથે પણ જોડાયેલો છે. એટલે ત્યાંથી પણ દર્દીઓ રાજપીપલામાં સારવાર અર્થે આવે છે, તદ્ઉપરાંત વડોદરા અને સુરત ખાતેથી પણ દર્દીઓ પ્રાસંગિક રીતે રાજપીપલામાં સારવાર માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...