તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:રાજપીપલાની હોસ્પિટલને ડોનેશન સ્વરૂપે 3 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા મળી

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓમાંથી CSR ફંડ મેળવી જિલ્લામાં તમામ સુવિધાઓ ઉભી કરી

કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ છે.સરકાર દ્વારા આરોગ્ય સુવિધા તમામ તાલુકા મથકો પર ઉભી કરવા 5 કરોડ ની ગ્રાન્ટ આપી છે. ત્યારે જિલ્લા કલેકટર નર્મદા ડી.એ શાહની મહેનતથી ખાનગી કંપનીઓના CSR ફંડ મેળવી જિલ્લામાં તમામ સુવિધાઓ ઉભી કરી રહ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટરો સહિત જેવા કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગી આરોગ્યલક્ષી અનેક ઉપકરણોની સવલત-સુવિધાનો કરી છે અને તાજેતરમાં રાજપીપલાની કોવિડ હોસ્પિટલ માટે CSRએક્ટીવીટીના ભાગરૂપે ડોનેશન સ્વરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા મેળવવામાં સફળતા સાંપડી છે.

રાજપીપલાના CDMO, સિવિલ સર્જન અને કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતિબેન ગુપ્તા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબની આરોગ્યલક્ષી સુવિધાની ઉપલબ્ધિ માટે CSR એક્ટીવીટીના ભાગરૂપે ડોનેશન સ્વરૂપે વિવિધ ઉપકરણો મેળવવા માટે જિલ્લા પ્રશાસનના સઘન પ્રયાસોના ફલ સ્વરૂપે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના રીટાબેન ભગત તરફથી 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જુનાગઢના સંજયભાઇ કોરડીયા તરફથી 1 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત કુલ-3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...