તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:રાજપીપલા APMCનાં હોદ્દેદારોની વરણી કરાઈ, અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવી નિમણૂંક

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપલા  APMC ના નવા ચેરમેન તરીકે જગદીશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયદેવસિંહ ગોહિલની વરણી. - Divya Bhaskar
રાજપીપલા APMC ના નવા ચેરમેન તરીકે જગદીશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયદેવસિંહ ગોહિલની વરણી.

નર્મદા જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજપીપલાની વ્યવસ્થાપક કમિટીના અઢી વર્ષ પૂર્ણ થતાં ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ચુટંણીને લઈને રાજપીપલા APMC હોલ ખાતે સાધારણ મિટિંગ બોલાવી હતી. જેમાં જિલ્લા રજીસ્ટર એચ.આર.પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન ઘનશ્યામ પટેલે તેમની ટર્મ પુરી થતાં ચેરમેન તરીકે ભચરવાડાના દિનેશ શિવલાલ પટેલના નામની દરખાસ્ત કરતા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જયારે વાઇસ ચેરેમન તરીકે નીલ રાવની જગ્યાએ નિકોલીના જયદેવસિંહ ગોહિલના નામની દરખાસ્ત કરતા તેઓની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આમ પાંચ વર્ષની મુદતમાંથી અઢી વર્ષ માટે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતા દિનેશ પટેલ અને જયદેવસિંહ ગોહિલે રાજપીપલા APMCનો ચાર્જ સાંભળ્યો હતો. આ ચૂંટણી સાથે પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે નવા જિલ્લા રજીસ્ટર એચ.આર.પટેલનું સન્માન કરી આવકાર્યા હતા. જયારે 3 વર્ષ જિલ્લામાં સેવા બજાવી નિવૃત થયેલા જિલ્લા રજીસ્ટાર એન.ડી.મહાલેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

CCI કેન્દ્ર તથા હોલસેલ શાકમાર્કેટ ઉભું કરીશું
રાજપીપળામાં શાકમાર્કેટની ઘણી તકલીફ છે. જે અમે દૂર કરીશું. રાજપીપલા APMC ખાતે મોટું હોલસેલ માર્કેટ બને તેવા પ્રયત્નો કરીશું. સાથે જિલ્લાના ખેડૂતોને કપાસના ભાવ બાબતે ખુબ અન્યાય થાય છે ત્યારે રાજપીપલામાં કપાસ માટેની જિનિંગ સેન્ટર બને અને ટેકાના ભાવ ખેડૂતોને મળે તેવા પ્રયત્નો કરીશું.- દિનેશ પટેલ, APMCના નવ નિયુક્ત પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...